• Gujarati News
  • National
  • સામરકૂવા ગામે દેશી દારૂ ગાળતી ત્રણ ભઠ્ઠી ઝડપાઇ

સામરકૂવા ગામે દેશી દારૂ ગાળતી ત્રણ ભઠ્ઠી ઝડપાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતજિલ્લા પોલીસને હચમચાવી નાખનાર લઠ્ઠાકાંડની ગાજ તાપી જિલ્લામાં પહોંચેએ પહેલા તાપી પોલીસ તંત્ર દ્વારા પણ દેશી વિદેશી દારૂના ધંધાર્થીઓ પર ગાળિયો કસવા માંડ્યો છે. ગુરુવારે વિદેશી દારૂના બે કર્યા બાદ શુક્રવારે સાંજે સામરકુવા ગામે દેશી દારૂ ગાળતી ત્રણ ભઠ્ઠી પકડી પાડી હતી. લઠ્ઠાકાંડના પગલે ગ્રામ્ય વિસ્તારોમાં હાલ પૂરતું દેશી દારૂ ગાળવાનું બંધ કરી દેવાની સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

પાડોશના સુરત જિલ્લામાં થયેલ લઠ્ઠાકાંડની અસર તાપી જિલ્લામાં પડે તે માટે પોલીસ તંત્ર સતર્ક થઇ ગયું છે. હાલ સુધી ખુલ્લેઆમ ચાલતા દેશી-વિદેશી દારૂ ના અડ્ડાઓને બંધ કરવા અથવા સાચવી ને ધંધો કરવા માટે સૂચના દેવામાં આવી છે. જોકે, ચોપડે પણ કેસ દેખાડવાની કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે. આવા પ્રો. કેસ બાબતે મળેલ વિગત મુજબ તાલુકાના ઘાસિયામેઢા ગામે રણછી ભાણકાભાઈ ચૌધરીને ત્યાંથી રૂપિયા 35,800નો વિદેશી દારૂ મુદામાલ તથા સોનગઢ શિવાજીનગરની રિનાબહેન સોમાભાઈ ગામીતને ત્યાંથી રૂપિયા 42,000નો વિદેશી દારૂ લીધો હતો. બનાવમાં દારૂનો સપ્લાયર સુધીર રમેશ ચૌધરી (રહે.પંચવટી સોનગઢ) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. સામરકૂવા ગામે દેવીલાલ રમણભાઈ વસાવા ને ત્યાં શુક્રવારે સાંજે પોલીસે દરોડો પાડતા એના ખેતરમાંથી તૈયાર દેશી દારૂ એના બનાવવા માટેનું રસાયણ,મહુડા અને વાસણો વગેરે મળી કુલ રૂ.18090 નો મુદ્દામાલ સીઝ કરી આરોપી દેવીલાલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

સુરતના લઠ્ઠાકાંડ બાદ તાપી પોલીસની કાર્યવાહી

અન્ય સમાચારો પણ છે...