તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • જમરૂખની ઓર્ગેનિક ખેતીથી સમૃદ્ધિ મેળવી

જમરૂખની ઓર્ગેનિક ખેતીથી સમૃદ્ધિ મેળવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓલપાડ |ચીલાચાલુ ખેતીથી અલગ બાગાયત પાકમાં વૈજ્ઞાનિક ઢબની જમરૂખની ઓર્ગેનિક ખેતી દ્વારા કામરેજ તાલુકાના શેખપુર ગામના પ્રગતિશીલ ખેડૂત મનોજ પટેલે જમરૂખનું મબલખ ઉત્પાદન મેળવી પરંપરાગત ખેતી કરતા ખેડૂતોને પ્રેરણા પૂરી પાડી છે. જમરૂખની ઓર્ગેનિક ખેતી દ્વારા તેઓ આર્થિક રીતે સમૃદ્ધ અને સધ્ધર બન્યા છે. તેમની સફળતાથી પ્રેરાઈને ગુજરાતનાં ગામડાઓમાંથી ખેડૂતોના સમૂહો તેમની મુલાકાતે આવે છે. મનોજ પટેલ તેમને હોંશે-હોંશે તમામ જાણકારી અને માર્ગદર્શન આપીને સહાયરૂપ બને છે. ૨૩ વર્ષની વયથી ખેતીનો વ્યવસાય કરતા અને ખેતીમાં કંઈક નવું કરવાની તમન્ના ધરાવતા મનોજભાઈએ મહારાષ્ટ્રમાં ઓર્ગેનિક ખેતીમાં પ્રખ્યાત મોહનશંકર દેશપાંડેની મુલાકાત લઇ તેમની પ્રેરણાથી રાસાયણિક ખાતર અને દવા વિના શેરડીની ખેતી કરી. ત્યારબાદ કૃષિમેળાઓમાં જમરૂખની આધુનિક ખેતીની માહિતી મેળવી વર્ષ ૨૦૧૩માં એકર જમીનમાં જમરૂખના ૩૦૦૦ રોપાનું પ્લાન્ટેશન કર્યું. ૧૮ માસમાં લાખનું અને ૨૦૧૬માં ૧૦ લાખનું ઉત્પાદન મેળવ્યું.

પ્રગતિશીલ ખેડૂતો

અન્ય સમાચારો પણ છે...