• Gujarati News
  • National
  • ઓલપાડ તાલુકામાં ધૂળેટીપર્વની ઉજવણી

ઓલપાડ તાલુકામાં ધૂળેટીપર્વની ઉજવણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટકારમા | સુરતજિલ્લા સહિત ઓલપાડ તાલુકામાં હોલિકાઉત્સવની ઠેરઠેર હર્ષોલ્લાસ તેમજ આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. સંધ્યાકાળે હોળી પ્રગટાવી ઘાણી ખજૂર ચણા શ્રી ફળ હોમ્યા બાદ હોળીની પ્રદક્ષિણા કરી શ્રધ્ધાળુઓ અને મહિલાઓએ પૂજન કર્યું હતું. તેમજ સોમવારે રંગોના પર્વ ધૂળેટીની ગુલાલ રંગ પીચકારી સહિતના સથવાળે ઉજવણીમાં સૌ કોઈ જોડાઈ એકબીજા ભેગા મળી ધૂળેટીની ઉજવણી કરી હતી. ઓલપાડ તાલુકા સહિત કીમ, સાયણ સહિતના વિસ્તાર ગામડાઓ અને સોસાયટીઓમાં ઠેરઠેર સ્થળોએ હોલિકા દહન કરવામાં આવ્યું હતું. ત્યારે ઓલપાડ તાલુકામાં હોળી પ્રગટાવી જિલ્લામાં હોળી પર્વ ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતું તેમજ સોમવારે ધૂળેટીના આનંદ ઉત્સાહ અને રંગોના સથવાળે રંગા રંગ ઉજવણી કરવામાં આવી હતી જેમાં યુવાધન થી લઈ સૌ કોઈએ એકબીજાને રંગોમાં ભીંજવી દેવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...