• Gujarati News
  • National
  • ઉંમરપાડાનાં ગામોમાં વિકાસ માટે રૂપિયા 2 કરોડની ગ્રાન્ટ

ઉંમરપાડાનાં ગામોમાં વિકાસ માટે રૂપિયા 2 કરોડની ગ્રાન્ટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉંમરપાડખાતે તાલુકા પંચાયત ભવનમાં સરકારની કોલગી સમિતી હેઠળ આયોજન માટેની બેઠક, વન, આદિવાસી, પ્રવાસન મંત્રી ગણપત વસાવના અધ્યક્ષ સ્થાને મળી હતી. યોજના હેઠળ ચોખવાડા સાયન્સ હાઈસ્કૂલ માટે મલ્ટી પ્રપોઝલ હોલ માટે 25 લાખ રૂપિયા આઈટીઆઈ ઉમરપાડાના વિદ્યાર્થીઓ માટે ટુલ્સ કીટ માટે 15 લાખ, વડપાડા પીએચસી સેન્ટરમાં મમતા ઘર તથા અન્ય સગવડ માટે 15 લાખ, મોડેલ આંગણવાડી બનાવવા માટે 15 લાખ, ખેડૂતો માટે ઓઈલ એન્જિન 10 લાખ, પશુપાલનના ડોક્ટર માટે 15 લાખનું મકાન, આંગણવાડીનાં બાળકોનાં રસોડા વાસણો માટે 7 લાખ, ઉંમરપાડા બજારમાં ઘન કચરાના નિકાલ માટે મીની ટ્રેક્ટર 5 લાખ રૂપિયા તેમજ નવા દૂધ ઘર બનાવવા માટે ટોટલ 8 મંડળીઓ માટે 70 લાખ તેમજ અન્ય યોજનાઓ 20 રૂપીયાનું આયોજન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...