તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સોનગઢ આર્ટસ કૉલેજમાં GS પદ પર NSUI ને સાયન્સમાં ABVPનો કબજો

સોનગઢ આર્ટસ કૉલેજમાં GS પદ પર NSUI ને સાયન્સમાં ABVPનો કબજો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોનગઢમાંકાર્યરત આર્ટ્સ અને કોમર્સ કૉલેજ અને સાયન્સ કૉલેજમાં ગુરુવારે વિધાર્થી સંઘની ચૂંટણી યોજાઈ હતી. આર્ટ્સ અને કોમર્સ કૉલેજમાં જીએસ પદ પર NSUIનો ઉમેદવાર અને સાયન્સ કૉલેજમાં એબીવીપીનો ઉમેદવાર વિજેતા બન્યાં હતાં.

પ્રથમ સાયન્સ કૉલેજનાં પરિણામ આવ્યુ હતુ. પરિણામમાં ભાજપ સમર્થિત એબીવીપીના ઉમેદવાર ચૌધરી પીનલ કુમાર બુધુભાઈ (FYBSC)એક મતથી વિજેતા બન્યાં હતાં. પીનલકુમાર ને ચાર મત જ્યારે સામે નાં ઉમેદવાર ને ત્રણ મત મળતાં પીનલ કુમારનો વિજય થયો હતો જ્યારે એલ આર તરીકે પટેલ પૂનમબહેન બુધુભાઈ(TYBSC) વિજેતા બન્યાં હતાં.જોકે આર્ટ્સ અને કોમર્સ કૉલેજ નાં જીએસ નાં પરિણામ માં કૉંગ્રેસ સમર્થિત એનએસયુઆઇનાં ઉમેદવાર બિનહરીફ વિજેતા થયાં હતાં. અહી જીએસ તરીકે ગામીત પ્રફુલભાઈ જશુભાઈ (SYBA) અને એલ આર પદ પર ગામીત હિનાબહેન રમેશ ભાઈ (TYBA) ચૂંટાઈ આવ્યાં હતાં. પરિણામ બાદ એબીવીપી નું અને એએસયુઆઇનુ વિજય સરઘસ કૉલેજથી શરૂ થઈ ઓટા ચાર રસ્તા થઈ બસ સ્ટેન્ડ સુધી પહોંચ્યું હતુ.

વિદ્યાર્થીઓએ નગરમાં રેલી કાઢી વિજયની ભવ્ય ઉજવણી કરી

અન્ય સમાચારો પણ છે...