ચીખલીમાં લાંબા વિરામ બાદ શનિવારે 13 મિ.મી. વરસાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીખલી | ચીખલી પંથકમાં મેઘરાજાના લાંબા વિરામ બાદ શનિવારે નોંધપાત્ર વરસાદ વરસતા ડાંગર સહિતના પાકોને મોટી રાહત થવા પામી હતી. ચીખલી પંથકમાં જુલાઈ માસમાં સતત 11 દિવસ વરસાદ વરસતા નદી-તળાવો અને ખેતરો છલકાય ઉઠ્યા હતા. આ એકાદ માસમાં જ 68 ઈંચ સિઝનનો કુલ વરસાદ વરસી ગયો છે. આ દરમિયાન છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાના વિરામ વચ્ચે અસહ્ય ઉકળાટભર્યા વાતાવરણ વચ્ચે શનિવારે વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે. ખેડૂતો દ્વારા ડાંગર સહિતના પાકોમાં રાસાયણિક ખાતર આપવાનો સમય હોય તેવા સંજોગોમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલી વધી હતી.

અન્ય સમાચારો પણ છે...