• Gujarati News
  • કૃષિ મંત્રીના વાણી વિલાસને વખોડી કાઢતા કોંગી આગેવાનો

કૃષિ મંત્રીના વાણી વિલાસને વખોડી કાઢતા કોંગી આગેવાનો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલીતાલુકા તથા નગર કોંગ્રેસ સમિતિ દ્વારા આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને અનુલક્ષીને પ્રદેશ કોંગ્રેસના નિરિક્ષકોની ઉપસ્થિતિમાં રવિવારે સાઇ મંદિર ખાતે કાર્યકર્તાઓનું સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અધ્યક્ષ સ્થાને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દર્શનભાઇ નાયક તથા, નિરિક્ષકો પ્રદેશ ઉપપ્રમુખ મહેન્દ સિંહ સુરતીયા, અરવિંદભાઈ દોરાવાલા, નિરવભાઇ નાયકતથા જિલ્લા કોંગ્રેસ મહામંત્રીઓ સઇદ પટેલ, સ્નેહલ શાહ, તરૂણ વાઘેલા, સ્વાતિ પટેલ તથા અન્ય હોદ્દેદારો ની હાજરી મા વિશાળ સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

સંમેલનની શરૂઆતમાં દર્શન ભાઇ નાયક તથા સુરેશભાઈ રાનીયાનો સાયણ અને મઢી સુગરમા જ્વલંત વિજય થવા બદલ સન્માન કરા્યું હતું. દર્શન નાયકે આહવાન કર્યું કે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સર્વ સંમતિથી જેતે વિસ્તારના આગેવાનો ઉમેદવારનું નામ ઉપર મોકલે જેને સૌ કોઇએ એકસુરે વધાવી લીધું હતું. અન્ય એક ઠરાવમા તાજેતરમાં કેન્દ્રીય કૃષિ મંત્રી રાધામોહન દ્વારા કરવામાં આવેલા ખેડૂતોની આત્મહત્યા સબંધી વાણી વિલાસને સખત શબ્દોમાં વખોડી કાઢી તેમના રાજીનામા ની માંગ કરવામાં આવી હતી.આવનારા દિવસોમાં નવસર્જન ગુજરાતના નેજા હેઠળ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકી તથા વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાજી દક્ષિણ ગુજરાતનો પ્રવાસ કરશે.

બારડોલીમાં કોંગ્રેસ કાર્યકતાઓનુ સંમેલન યોજાયુ

\\\"નવસર્જન ગુજરાત\\\" ના નેજા હેઠળ રેલીઓ યોજાશે