તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગોથાણ અંતરિયાર માર્ગ પર વધુ એક યુવકને માર મારી લૂંટી લેવાયો

ગોથાણ અંતરિયાર માર્ગ પર વધુ એક યુવકને માર મારી લૂંટી લેવાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોથાણથીમોટાવરાછા અને ઉમરાથી વેલંજા ગામ તરફ જતા અંતરિયાર માર્ગ પરથી પ્રસાર થતા રાહદારીઓને આંતરી મારમારી લૂંટી લેવાની બની રહેલી ઘટનામાં ફરીવાર ગુરૂવારે ગોથાણ ગામે એક યુવાનને ચાર જેટલા અજાણ્યા ઈસમોએ માર્ગ પર આંતરી મારમારી તેનો મોબાઈલ ફોન લૂંટીને લઈ જવાની ઘટના બની હતી.

વિગતવારની માહિતી મુજબ ઓલપાડ તાલુકાની પૂર્વ પટ્ટીના છેવાડાના ગોથાણ અને ઉમરાના નેશનલ હાઈવેથી વેલંજા ગામ તરફ અને સુરત શહેરના મોટાવરાછા તરફ જતા માર્ગ પરથી પ્રસાર થતા રાહદારીઓને આંતરી લૂંટવાની વાતે સક્રિય બનેલી ટોળકીએ ગુરુવારની મોડી સાંજે હાલ ગોથાણ ગામની બંગાર કોલોની ખાતે અને મૂળ બાલીપુર પ્રતાપગઠ ઉત્તરપ્રદેશનો રહેવાશી હીરાલાલ વિશ્વકર્માએ કોઈક કામમાટે ગોથાણ ગામ તરફ આવતો હતો. ત્યારે ગોથાણ ગામની સીમમાં રેલવે ગળનારા પાસેથી પ્રસાર થતી વખતે અચાનક આવી ગયેલા ચાર જેટલા હિન્દીભાષી અજાણ્યા ઈસમોએ હીરાલાલને ઉભો રાખી તું કહા જાતા હે એવું પૂછતાં તેણે કહેલું કે આપ કૌન હોતે હો મુજે પૂછને વાલે. ત્યારે આટલી નજીવી વાતચીત બાદ ઉશ્કેરાયેલા ચારે ઈસમોએ લોખંડના પાઇપ વડે હીરાલાલ પર જીવલેણ હુમલો કરી મારમારી માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી તેના કબજામાંથી મોબાઈલ ફોનની કિંમત રૂપિયા 3000ની લૂંટ કરી ભાગી ગયો હતો.

આમ સાયણ ગોથાણથી મોટાવરાછા અને ઉમરાથી વેલંજા ગામ તરફ જતા માર્ગ પર હીરાલાલ સાથે કુલ ચાર ઈસમોને એકસરખી મોડસ ઓપરેન્ડીથી મારમારી લૂંટી લેવાની ઘટના બની છે. તમામ ઘટનાઓમાં થતી પોલીસ ફરિયાદ પ્રમાણે હીરાલાલને લૂંટી લેવાની બાબતે પણ ઓલપાડ પોલીસમાં ફરિયાદ નોંધાવામાં આવી છે. પણ ઓલપાડ પોલીસ દ્વારા યોગ્ય તપાસ કરતા લૂંટારુ ટોળકીને મોકળુ મેદાન મળ્યું છે.

ટોળકીએ અત્યાર સુધી ચાર લોકોને લુંટી લીધા

અન્ય સમાચારો પણ છે...