તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ખૂડવેલ ગામે ગુમ થયેલી બીજી બહેનની લાશ ખખેરા નદીના ચેકડેમ પાસે મળી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખૂડવેલ ગામે ગુમ થયેલી બીજી બહેનની લાશ ખખેરા નદીના ચેકડેમ પાસે મળી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખૂડવેલગામેથી શુક્રવારે સાંજે રહસ્યમય રીતે ઘરેથી ગુમ થયેલી બે મુસ્લિમ બહેનોમાંથી મોટી બહેનની લાશ કલીયારી-ઘોલાર ગામની હદમાંથી રવિવારે સવારે ખરેરા નદીના ચેકડેમમાંથી મળી આવી હતી. પોલીસે લાશનો કબજો લઈ ચીખલી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પેનલ પીએમ કરાવી એફએસએલની મદદથી તપાસ હાથ ધરી છે.

ચીખલી તાલુકાના ખૂડવેલ ગામના ખલીફા ફળિયામાં રહેતા અને વેલસ્પન કંપનીમાં ફરજ બજાવતા સઈદભાઈ હુસેનભાઈ ખલીફાની બે દીકરીઓ એકસાથે શુક્રવારે પોતાના ઘરેથી સાંજના સમયે રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ હતી. જેમાં ધો. 10માં કલીયારીની મધર ટેરેસા સાર્વજનિક હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી શાહીસતાબાનું (ઉ.વ. 16) તથા રાનકુવા બી.એલ. પટેલ સાર્વજનિક હાઈસ્કૂલમાં ધો. 12 સાયન્સમાં અભ્યાસ કરતી શાહીનબાનુ (ઉ.વ. 17) ગુમ થયા બાદ કલીયારી-ઘોલાર ગામની હદમાંથી પસાર થતી ખરેરા નદીના ચેકડેમમાંથી નાની બહેન શાહીસતાબાનુની લાશ શનિવારે સવારના સમયે મળી આવી હતી.

જેમાં ચીખલી પોલીસે મૃતકના ભાઈ શાહનવાઝ ખલીફાની ફરિયાદને આધારે અકસ્માત મોતનો ગુનો નોંધી પીએમની કાર્યવાહી કરી હતી. પોલીસે ખરેરા નદીના કાંઠેથી ચેકડેમ પાસેથી મળી આવેલી ચંપલની બે જોડી મળી આવી હતી. પોલીસે મોટી બહેન શાહીનબાનુની ખરેરા નદીના પાણીમાંઅને આસપાસ સ્થાનિક તરવૈયા બીલીમોરા પાલિકાના ફાયરબ્રિગેડના સ્ટાફની મદદથી શોધખોળ હાથ ધરી હતી પરંતુ મોડી સાંજ સુધી લાશ મળી હતી. જેના પગલે નદીના ચેકડેમના દરવાજા પણ ખોલી ચેકડેમ ખાલી કરી દેવામાં આવ્યો હતો.

દરમિયાન રવિવારે સવારે ખરેરા નદીના ચેકડેમમાંથી મોટી બહેન શાહીનબાનુની લાશ પણ મળી આવી હતી. પોલીસે લાશનો કબજો લઈ પેનલ ડોકટર દ્વારા પીએમ ચીખલી રેફરલ હોસ્પિટલમાં કરાવ્યું હતું. રેફરલ હોસ્પટલ ખાતે ચીખલી તાલુકા મામલતદાર કે.એન. પટેલ, પીઆઈ, એફએસએલના અધિકારીઓ ઉપરાંત મુસ્લિમ સમાજના આગેવાનો પણ મોટી સંખ્યામાં ધસી આવ્યા હતા. ખૂડવેલ ગામે પણ વાંસદા ચીખલીના ધારાસભ્ય છનાભાઈ ચૌધરી, કોંગ્રેસ લઘુમતી સેલના સઈદભાઈ હજાત, નવસારી જિલ્લા પંચાયત સભ્ય ભારતીબેન પટેલ, અગ્રણી આસીફભાઈ દુધવાલા સહિતએ પરિવારજનોની મુલાકાત લઈ આશ્વાસન આપ્યું હતું.

કપરાડાથી બે શકમંદોની અટક કરી પોલીસે પુછતાછ હાથ ધરી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો