તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગોથાણની સીમમાંથી 1.30 લાખનો વિદેશી દારૂ પકડાયો

ગોથાણની સીમમાંથી 1.30 લાખનો વિદેશી દારૂ પકડાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓલપાડપોલીસને મળેલી બાતમીના આધારે તાલુકાનાં ગોથાણ ગામની સીમમાં આવેલ શેરડીના ખેતરમાં તપાસ કરવા જતા ત્યાંથી મોટાપાયે છુપાવેલ વિદેશી દારૂનો જથ્થો મળી આવેલ હતો. જ્યારે પોલીસે રેડ કરી ત્યારે પોલીસને જોઈને ભાગેલા અમરોલીના બુટલેગરને વોન્ટેડ જાહેર કરી 1.30 લાખનો વિદેશી દારૂ જથ્થો કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

ઓલપાડ પોલીસ સૂત્રો પાસેથી મળતી મળતી માહિતી મુજબ સાયણના પો.કો, નરેશ રામસિંહને ઓલપાડ તાલુકાનાં ગોથાણગામની સીમમાં આવેલ બંગાળ કોલોની આગળ શેરડીના ખેતરમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઉતારેલ છે તેવી બાતમી મળી હતી જેને પગલે ઓલપાડ પોલીસ શુક્રવારની મોદી સાંજે ત્યાં રેડ કરતાં શેરડીના ખેતરમાં સંતાડેલા દારૂના જથ્થા નજીક ચેતન ઉર્ફે મિથુન રાઠોડ (રહે , અમરોલી ઉતરાણ હળપતિવાસ સુરત) ત્યાં ઉભેલો હોય પોલીસની રેડ જોઈ તે ત્યાંથી ભાગી છૂટ્યો હતો. જયારે ઓલપાડ પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂની વ્હીસ્કી તથા ટીન બીયરની નાની બોટલ નંગ : 1752 જેની કિમત રૂ. 1,30,800 નો દારૂ કબ્જે લઈ પ્રોહિબિશન મુજબ કાયદેસર ની કાર્યવાહી કરવાની વાતે સુરત ના અમરોલીમાં રહેતો ચેતન ઉર્ફે મિથુન રાઠોડને વોન્ટેડ જાહેરકરવા સાથે તેણે મંગાવેલ દારૂ કોને આપવાનો હતો અને ક્યાંથી મઁગાવેલ તેની પણ તપાશ કરશે જયારે સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ મિથુન દારૂની ડીલેવરી સાયણ તથા આજુબાજુના ગામમાં સક્રિય થયેલા લબરમૂછિયા બુટલેગરોને આપવા મનગાવેલ

અત્રે ઉલ્લેખનીય છેકે લઠ્ઠા કાંડ બાદ સુરત જિલ્લા પોલીસ વડા દ્વારા દારૂ બંધીનો કડકપણે અમલ કરાવવાની વાત કામગીરી કરવવા છતાં સ્થાનિક પોલીસ અધિકારીઓ સાથેની મીલીભગતમાં સાયણ વિસ્તારમાં ફરી બુટલેગરો સક્રિય થયા છે.

અન્ય સમાચારો પણ છે...