તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નેશનલ સાયન્સ પ્રોજેક્ટ પ્રેઝન્ટેશનમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે

નેશનલ સાયન્સ પ્રોજેક્ટ પ્રેઝન્ટેશનમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદા |વાંસદાની મહેક શર્માએ ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોટ ) દ્વારા પ્રોજેક્ટ પ્રેઝન્ટેશન સ્પર્ધામાં રાજ્યભરમાંથી 600થી વધુ બાળકોને અમદાવાદ ખાતે આમંત્રિત કરાયા હતા. જેમાંથી 20 બાળ વૈજ્ઞાનિકો રાષ્ટ્રીય સ્તરે ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. પૈકી 20 નવસારી, વલસાડ અને સુરત જિલ્લામાંથી અને નવસારીની વિદ્યાકુંજ ઈંગ્લીશ સ્કૂલમાં ધોરણ 7માં અભ્યાસ કરતી અને વાંસદાની વતની મહેક રાકેશ શર્માની પસંદગી થઈ છે. મહેક શર્મા સાયન્સ એન્ડ ટેકનોલોજી ફોર સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ થીમ હેઠળ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઉપર પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો. શાળાના વિજ્ઞાન વિષયના શિક્ષિકા દર્શના દેસાઈના માર્ગદર્શન હેઠળ મહેક શર્મા, પ્રેક્ષા દેસાઈ અને સલોની પટેલની ટીમે પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો. નવસારી એગ્રીકલ્ચર યુનિ.ના ફોરેસ્ટ્રી ડિપાર્ટમેન્ટે જરૂરી મદદ કરી હતી. શાળાના મુખ્ય શિક્ષિકા ડો, રંજના ડોબરીયલે જહેમત ઉઠાવી હતી. મહેક શર્મા રાષ્ટ્રીય કક્ષાએ પ્રોજેક્ટ રજુ કરવા પસંદગી થવા બદલ સમાજ અને વાંસદા નગરનું ગૌરવ વધાવતા અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...