વ્યારામાં ટ્રેનિંગ મેળવેલા ત્રણ વિદ્યાર્થીઓ સફળ
વ્યારા | વ્યારામાં શિવદૂતી સાયન્સ સ્કૂલ દ્વારા વેકેશનમાં તા.26/03/2018 થી તા. 05/05/2018 દરમિયાન JEE/NEET/GUJCET માટે CRASH COURSEના ટ્રેનિંગ ક્લાસ ચાલવામાં આવ્યા હતા. જેમાં કુ. દૃષ્ટિ સુરેશભાઈ ગામીત Marks -126 , ઉન્નતી અરુણભાઈ વળવી Marks-107, તા. સાગબારા, જિ. નર્મદા, અને જૈમિની ઠાકોરભાઈ લાડ, Marks-102, તા. સોનગઢ, સફળ થયેલા છે. સતીષ સિંહ - દિલ્હી અને કુણાલ પંચાલ - પુના (મહારાષ્ટ્ર)ના સતત માર્ગદર્શનમાં તેઓ સફળ થયા છે. કેવિન પ્રજાપતિ અને નેહાબહેન પટેલ દ્વારા પણ તેઓને તાલીમ આપવામાં આવી હતી. મા શિવદૂતી સાયન્સ સ્કૂલના સંચાલક અજય રાજપૂતે અભિનંદન પાઠવ્યા હતા.