ચીખલી મંડળીમાં અધિકારીની સૂચનાથી ખાતરનું વેચાણ બંધ

ભાસ્કર િવશેષ મંડળીના 531 સભાસદ સાથે આજુબાજુના ગામના ખેડૂતોએ ખરા સમયે જ ખાતર માટે ફાંફાં, માત્ર મૌખિક...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:30 AM
Sayan - ચીખલી મંડળીમાં અધિકારીની સૂચનાથી ખાતરનું વેચાણ બંધ
ચીખલી વિભાગ સેવા સહકારી મંડળીમાં ખેડૂતોના ખરી જરૂરિયાતના સમયે કોઈપણ જાતની લેખિત સૂચના આપ્યા વિના જ નાયબ ખેતી નિયામક દ્વારા રાસાયણિક ખાતરનું વેચાણ બંધ કરી દેવડાવતા મંડળીના 531 સભાસદ સાથે આજુબાજુના ગામના ખેડૂતોએ ખરા સમયે જ ખાતર માટે ફાંફાં મારવાના દિવસો આવ્યા છે. આ તઘલખી નિર્ણયને પગલે સંચાલકો અને ખેડૂતોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.

ચીખલી વિભાગ સેવા સહકારી મંડળી જે તાલુકા મથકે ધમધમતી હોય અને આજુબાજુમાં આવેલા સમરોલી, થાલા, ખુંધ અને ચીખલી એમ ચાર જેટલા ગામનો કાર્યવિસ્તાર ધરાવે છે. હાલના સમયે મોટાભાગના ખેડૂતો શેરડી, ડાંગર, શાકભાજી, સુરણ સહિતના પાકો માટે રાસાયણિક ખાતરની ખરીદી કરી રહ્યા છે. રાસાયણિક ખાતર આપવાનો ખરા સમયે જ નાયબ ખેતી નિયામક ગુણવત્તા નિયંત્રણ દ્વારા કોઈપણ પ્રકારના લેખિત આદેશ વિના માત્ર મૌખિક સૂચનાથી જ ખાતરનું વેચાણ 31મી ઓગસ્ટથી બંધ કરાવતા મંડળીના ધક્કા ખાવાની નોબત છે. મંડળીના સંચાલકો દ્વારા ખેતીવાડી અધિકારીને મળવા નવસારી ખાતે 4 ધરમધક્કા ખાવા છતાં ઓફિસમાં અધિકારીઓ ન મળતા 15 દિવસ બાદ પણ ખાતરનું વેચાણ ચાલુ ન થતા ખેડૂતોની દશા દયનીય થઈ છે.

ચીખલી વિભાગ સેવા સહકારી મંડળી અને મંડળીમાં પડેલો ખાતરનો જથ્થો.

નિષ્પક્ષ તપાસ થવી જોઈએ

કોઈ અધિકારી ઈનચાર્જ હોય તો કઈ સત્તાની રૂએ ખાતર જેવી મહત્ત્વની બાબતનું વેચાણ મૌખિક સુચનાથી બંધ કરાવી શકે. બદઈરાદાથી ખાતરનું વેચાણ બંધ કરાવાયાની મને આશંકા છે. સમીરભાઈ પટેલ, સભાસદ

ખાતર વેચાણ વહેલી તકે ચાલુ કરાવવું જોઈએ

ખરા સમયે ઘરઆંગણે ખાતરનું વેચાણ મંડળીમાં બંધ કરાવતા બીજા ગામ ખાતર લેવા જવાની નોબત આવી છે. જે વેચાણ નવસારીથી આવેલા ખેતીવાડી અધિકારીએ કોઈપણ નોટીસ આપ્યા વિના બંધ કરાવ્યાની વાત જાણવા મળી છે. ખાતર વેચાણ વહેલી તકે ચાલુ કરાવવું જોઈએ. શંકરભાઈ પટેલ, ખેડૂત

મૌખિક સૂચનાથી ખાતર વેચાણ બંધ કરાવ્યું છે

ચીખલીના મંડળીવાળા મળવા આવેલા પરંતુ હું મિટિંગમાં હતો. એકવાર મળેલા ઓ ફોર્મમાં ઉમેરો કરવાનો હોય સોમવારે જેમને બોલાવેલા છે. સોમવારથી વેચાણ ચાલુ થઈ જશે. લેખિતમાં નોટીસ આપેલી નથી. મૌખિક સૂચનાથી જ ખાતર વેચાણ બંધ કરાવ્યું છે. સી.આર. પટેલ, નાયબ ખેતી નિયામક, ગુણવત્તા નિયંત્રણ (વિસ્તરણ)

મંડળીની મુલાકાત લઈ વેચાણ બંધ કરાવ્યું છે

મંડળીની સી.આર. પટેલે મુલાકાત લઈ 31 ઓગસ્ટથી ખાતરનું વેચાણ બંધ કરાવ્યું છે. આ માટે કંઈ લેખિત આપ્યું નથી, મૌખિક સૂચના આપીછે. ભગુ પટેલ, ચેરમેન, ચીખલી વિભાગ સેવા સહકારી મંડળી

X
Sayan - ચીખલી મંડળીમાં અધિકારીની સૂચનાથી ખાતરનું વેચાણ બંધ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App