• Gujarati News
  • ‘સાહેબ આંગણવાડીમાંથી સાપ નીકળે છે’

‘સાહેબ આંગણવાડીમાંથી સાપ નીકળે છે’

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યસરકાર શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા તમામ પ્રકારે તત્પર હોવાની સાથે આંગણવાડીઓમાં આવતા માસૂમ ભૂલકાંના ભાવિનું સિંચન થાય અને તેમના સ્વાસ્થ્ય બાબતે પણ પૂરેપૂરી કાળજી લેવી તેમ તમામ સવલતો આપવાની વાતો કરાઈ રહી છે. સાયણ ગામે વ્હોરવાડ ખાટેની આંગણવાડીની હાલના તબક્કે થયેલી અવદશા સાથે અહીં અભ્યાસ કરવા આવતા માસૂમ બાળકો સાથે બનેલી ઘટના વિશે જાણશો તો આપ પણ ચોંકી ઉઠશો. સાયણ-2ની આંગણવાડીનું મકાન બનાવવામાં વેઠ ઉતારાઈ છે. તેમાં ફલોરીંગ તૂટી જવા સાથે જમીનમાં મોટા દર થઈ જતા ઝેરી સાપો સહિતના જનાવરો અહીં ઘર કરી ગયા છે. નાના માસૂમ ભૂલકાઓની મુલાકાત લીધી ત્યારે એક ભૂલકાંએ સહજ ભાવે અમને કહ્યું કે સાહેબ અહીં આગણવાડીમાંથી તો સાપ નીકળે છે. તેમની કથની સાંભળીને અમે ચોંકી ઉઠ્યા હતા.

સુરત જિલ્લા પંચાયત આંગણવાડી વિભાગ દ્વારા ઓલપાડ તાલુકાના સાયણ ગામે વ્હોરવાડ અને કાશી ફળીયુ હળપતિવાસ તેમજ આજુબાજુના વિસ્તારમાં રહેતા ગરીબ અને મધ્યવર્ગના પરિવારના માસૂમ બાળકોને નાનપણથી સારુ શિક્ષણ મળી રહે અને સરકારની સ્વાસ્થ્યલક્ષી યોજનાઓ થકી બાળકોમાં સંસ્કારનું સિંચન થાય એવા શુભ આશયથી આંગણવાડી કાર્યરત કરવામાં આવી હતી. વર્ષ 2004 /2005માં ફારુકભાઈ મોટાલાનાં ઘર નજીક સરકારી જગ્યા પર આંગણવાડીનું પાકું મકાન બનાવવાની કામગીરીમાં વેઠ ઉતારાઈ હતી. માત્ર 10 વર્ષમાં મકાન હાલમાં અતિશય જર્જરીત થઈ ગયું છે.

આંગણવાડી મકાનનું ફ્લોરિંગ સાવ તૂટી ગયું છે. તેની સાથે ભોંયતળિયામાં મોટામોટા દર થઈ ગયા છે. ઉપરાંત સ્લેબમાં પણ ભંગાણ થવાથી વરસાદી પાણી અંદર આવે છે. ત્યારે આંગણવાડી મકાનની અતીશય જર્જરીત હાલત થવા છતાં અહી આવતા 25 બાળકોને એપ્રિલ 2014 સુધી આજ આંગણવાડી ભવનમાં બાળકોને બેસાડાતા હતા. છેલ્લા એક વર્ષથી આંગણવાડીનાં બીનઉપ્યોગી બનેલા મકાનને તાળુ લગાવી તમામ બાળકોને નજીકમાં રહેતા ફારૂકભાઈ મોટાલાએ (નિ:સ્વાર્થ ભાવે) પોતાની માલિકીનું બાળકોના અભ્યાસ માટે આપ્યું છે, તેમાં બેસાડી અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે.

આખરે અમારે આંગણવાડીને તાળું મારવું પડ્યું : હવેઆંગણવાડી મકાનને ઉપયોગમાં લેવું જોખમી બન્યું છે. આંગણવાડી મકાન રીપેરીંગ કરાવવા માટે વારંવારની રજૂઆત કરી છે પણ આજદીન સુધી કોઈ કામગીરી કરાય નથી. ત્યારે આવા મકાનમાં બાળકોને બેસાડવાનું જોખમી બનતા અમે મકાનને તાળું મારી બંધ કરી દીધું છે, એવું ગ્રામજનોએ કહ્યું હતું.

સાપને જોતા અમારા મોતિયા મરી ગયાં

બાબતેદિવ્યભાસ્કરના પ્રતિનિધિ દ્વારા સ્થળ પર જઈ સાચી હકીકત જાણવા આંગણવાડીમાં ફરજબજાવતી કર્મચારી માયાબહેન સુરતીને રૂબરૂ મળતા તેમણે આપેલી ચોંકાવનારી માહિતી મુજબ આંગણવાડી મકાનનાં જર્જરીત થયેલા ફ્લોરીંગમાં મોટા મોટા દર થઈ ગયા હોય તેમા ઝેરી શાપ અને બીજા જીવજંતુ ઘર કરી ગયા છે. એક દિવસ માયાબહેન આંગણવાડીમાં બાળકોને ભણાવતા હતા ત્યારે અચાનક આંગણવાડીના ફ્લોરીંગમાંથી ઝેરી સાપ નીકળતા માયાબહેન સાપને જોઈ જતાં તેમણે તુરંત સમય સુચકતાથી તમામ બાળકોને આંગણવાડીમાંથી બહાર લઇ ગયા હતા અને બૂમાબુમ કરતા સ્થાનિક યુવાનો આવી પહોંચ્યા હતા અને સાપને બહાર કાઢ્યો હતો. તેમણે કહ્યું કે સાપને જોઈને તો મારા મોતિયા મરી ગયાં હતા.

રીપેરિંગ માટે રજૂઆત કરાઈ છે

^સાયણ2 માં વ્હોરવાડ વિસ્તારમાં આવેલી આંગણવાડી નું મકાન જર્જરીત બની બીનઉપ્યોગી થવાની વાટે પંચાયટ ને ફરિયાદ થતા બાબતે સર્વે કરી મકાન રીપેરીંગ કરાવવા ઉપલી કચેરી લેખિત રજૂઆત કરી દેવાય છે > દિનેશપટેલ. તલાટી, સાયણપંચાયત

વારંવાર રજૂઆત છતાં વર્ષથી આંગણવાડી મકાન રીપેરીંગ નહીં કરાતા બાળકોના જીવને જોખમ રહેલું છે