• Gujarati News
  • National
  • ખાતર, બિયારણ, જંતુનાશક દવાની ખરીદી અંગે સૂચના

ખાતર, બિયારણ, જંતુનાશક દવાની ખરીદી અંગે સૂચના

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાયબખેતી નિયામક (વિસ્તરણ) નવસારી જણાવે છે કે વિભાગના કાર્યક્ષેત્ર હેઠળના નવસારીને ડાંગ જિલ્લા તમામ ખેડૂત ભાઇઓને રાસાયણિક ખાતર,જંતુનાશક દવા અને બિયારણની ખરીદી સમયે કેટલીક બાબતો ધ્યાનમાં લેવાની રહેશે. જંતુનાશક દવા,બિયારણ તથા રાસાયણિક ખાતરને ખરીદી હંમેશા તેના અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ અથવા તો પ્રતિષ્ઠિત ખાનગી વિકેતાઓ પાસેથી ખરીદવુ. ખાતરની થેલી, બિયારણની થેલી અને જંતુનાશક દવાની બોટલ/ટીન સીલબંધ છે કે કેમ તેની ખાતરી કરવી તથા કોઇ પણ સંજોગોમાં મુદ્દત પુરી થયેલ જંતુનાશક દવા અથવા તો બિયારણની ખરીદી કરવી નહીં.

ખાતર,બિયારણ અને જંતુનાશક દવાની ગુણવત્તા અંગે કોઇ શંકા કે સંશય હોય તો નાયબ ખેતીનિયામક (વિસ્તરણ) ખેતી અધિકારી વિસ્તરણ અધિકારી ગ્રામ સેવકનો સંપર્ક કરવા જણાવાય છે.