તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અનુસ્નાતક કોર્સમાં વર્ષે એડમિશન ઓફલાઇન આપવા યુનિ. ECમાં નિર્ણય

અનુસ્નાતક કોર્સમાં વર્ષે એડમિશન ઓફલાઇન આપવા યુનિ. ECમાં નિર્ણય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | ભાવનગર | 9 જૂન

મહારાજાકૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.ની ઇ.સી.બેઠક મળી હતી જેમાં યુનિ.માં અનુસ્નાતક ભવનોમાં ચાલતા કોર્સમાં પ્રવેશ ઓફલાઇન આપવામાં આવશે. ઉપરાંત પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓની વિગત યુનિ.ના વેબપોર્ટલ પર ઓનલાઇન પ્રકાશિત કરવાનું ઇ.સી.બેઠક માં ઠરાવાયું હતુ. જે તે કોલેજો દ્વારા અભ્યાસક્રમ બંધ કરવાની અરજી બહાલ રાખવામાં આવી હતી. વિદ્યાર્થીઓને પોતાના પરિણામને સુધારવાની તક આપતી યોજના ગ્રેડ ઇમ્પ્રુવમેન્ટ યોજના બહાલ રાખવામાં આવી હતી.

ઇ.સી.ની બેઠકમાં તદ્દન હંગામી તથા ફિક્સ પગારી ધોરણે ફરજ બજાવતા કર્મચારીઓને વર્ષ 2015-16 માટે ઉચ્ચક સહાય એડહોક બોનસ ચૂકવવાનું મંજૂર કરાયું હતુ. જોડાણના નિયમોમાં ફેરફાર માટે પ્રો.ભારતીબહેન ડી દવે, ડો.ગિરીશભાઇ વાઘાણી અને પ્રોજે.પી.મજમૂદારની સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે.

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ., શામળદાસ કોલેજ, સર પ્રભાશંકર પટ્ટણી સાયન્સ કોલેજ તથા ધર્મકુમારસિંહજી ગોહિલની ટપાલ ટિકિટનો સમૂહ પ્રકાશિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ફાઇનાન્સ કમિટિ તથા બિલ્ડિંગ કમિટિ બેઠકોની કાર્યવાહીની નોંધ બહાલ કરવામાં આવી હતી. બી.એસસી.નર્સિંગ તથા બેચલર ઓફ ફિઝીયોથેરાપીના રિએસેસમેન્ટના મહેનતાણા માટે IQACને અધિકૃત કરવાનું ઠરાવાયું હતુ. યુનિ. કાર્યાલય, અનુસ્નાતક ભવનો અને સંચાલિત કોલેજોમાં કેશલેસ વ્યવહારો કરવાનું ઠરાવાયું હતુ. જાતિય સતામણીને રોકવા માટે ઇન્ટરનલ કમ્પલેન કમિટિ(ICC)ની રચના કરવામાં આવી હતી. જોઇન્ટ કન્સલ્ટેટીવ કમિટિ(JCC)ની રચના પણ કરવામાં આવી હતી.

વિદ્યાર્થીઓને પોતાના પરિણામને સુધારવાની યોજના બહાલ રખાઇ

નિર્ણય | યુનિ.ના ભવનો અને કોલેજોમાં કેશલેસ વ્યવહારોને મંજૂરી

અન્ય સમાચારો પણ છે...