તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઓલપાડની 96 પંચાયતના સરપંચોની બેઠકોનું નવું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

ઓલપાડની 96 પંચાયતના સરપંચોની બેઠકોનું નવું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડિસેમ્બરમાસમાં ગ્રામ પંચાયતોના સરપંચ વોર્ડ સભ્યોની મુદત પૂરી થતાં અગાઉ તા 30 4-2016 ના રોજ પૂર્વ કલેક્ટર ડો . રાજેન્દ્રકુમારે જાહેર કરેલ સરપંચની બેઠકના જાહેરનામાને તાલુકાનાં કદરામાં, સોંદલાખારા, કીમ, અરિયાણા, બરબોધન, મીરજાપોર ગામોએ બેઠકોમાં અનામત રોટેશન જાળવાતા નામદાર ગુજરાત હાઇકોર્ટમાં સિવિલ અરજી દાખલ કરી દાદ માંગી હતી. જોકે, સરકારી તંત્રએ તેમનો કક્કો સાચો ઠેરવવા કોરટમાં ત્રણત્રણ વખત ફેરફાર બેઠકોનું સોંગદનામું રજૂ કરતાં કેસમાં અનેકવાર ઠરાવોની મુદત આપી સુનાવણી કર્યા પછી છેવટે હાઇકોર્ટ અનામત રોટેશન મુજબ બેઠકોનું જાહેરનામું બહાર પાડવા આદેશ કરતાં જિલ્લા કલેક્ટરે તા 25-11-2016ના રોજ નવું જાહેરનામું બહાર પાડવાની નોબત આવી છે. જોકે તાલુકાની ગ્રા.પ. ઓલપાડ ગ્રૂપ, સાયણ તથા કીમ પંચાયતોમાં અગાઉ જાહેરનામા મુજબ સરપંચોની સીટ બિન અનામત સામાન્ય હતી, પરંતુ રોટેશન હવે ત્રણે ગ્રામ પંચાયતની બેઠક અનુ. જન.જાતિ (એસટી)માં ફેરવાતા ચૂંટણી લડવા ઇચ્છુક મુરતિયાઓની મુરાદ પર હાઇકોર્ટે નિરાશાનું મોજું ફળી વળ્યું છે. જેના પગલે મુરતિયાઓ એસ.ટી . અનામત સીટના મુરતિયાઓ શોધી ગામની કોઈપણ બિન અનામત સીટના વોર્ડમાંથી ચૂંટણી જીતી ડે.સરપંચ બની સત્તા જાળવી રાખવાના સ્વપ્નો સેવી રહ્યા છે. જ્યારે કેટલીક ગ્રા.પ. માં હાલમાં મહિલા સીટ હોવા છતાં ફરી અનામત મહિલા સીટ આવતા ચૂંટણી લડવા ઇચ્છુક પુરૂષોની મુરાદ પર પાણી ફળી વળ્યું છે. નવા જાહેરનામું મુજબ ચૂંટણીપંચના સુધારા મુજબ 50 ટકા મહિલાઓને સ્થાન અપાતાં તાલુકાની 96 ગ્રામ પંચાયત પૈકી 48 મહિલાઓને જશે.

કલેકટ દ્વારા જાહેર કરાયેલું નવું જાહેરનામું

બીન અનામત સામાન્ય 30 બેઠકો |અછારણ, આડમોર, ભગવા, ભાંડુત, ભારૂંડી, છીણી, દાંડી, દેલાડ, દેલાસા, એરથાણ, ગોલા ગ્રૂપ, જીણોદ, જોથાણ, કંથરાજ, કરમલા, લવાછા, સોંદામીઠા.સોસક, સ્યાદલા, ટકારમાં, તળાદ, તેના, ટૂંડા ઉમરા, ઉમરાછી, વડોદ,વડોલી,વેલુક વસવારી, વિહારા.

બીનઅનામત સામાન્ય મહિલા 29 બેઠકો | અણીતા,અરિયાણા, બલકસ, ભાદોલ, ભટગામ, બોલાવ, કનાજ, કુડ્સદ, કુકણી, માધર, મીઢીં, મોર, મોરથાણ, મૂળદ, નરથાણ, ઓભલા ગ્રૂપ, ઓરમા ગ્રૂપ, પારડી ભાદોલી ગ્રુપ, પારડી ઝાંખરી ગ્રુપ, પારડી કોબા ગ્રુપ, પરીયા, રાજનગર, સાંધીયેર, સરસ, સેગવા, સ્યાદલા, શેરડી, સીઠાણ, સીવાણ, સિમલથુ

બક્ષીપંચઅનામત પાંચ બેઠક | કઠોદરા,ખલીપોર, ખોસાડીયા, કિમામલી, કોસમ.

બક્ષીપંચસ્ત્રી અનામત પાંચ બેઠકો | ગોથાંણ,કદરામા, કમરોલી, ક્પાસી ગ્રુપ, કસાદ

અનુ.જન.જાતિ(એસ.ટી.) અનામત 11 બેઠકો | અંભેટા,મિરઝાપોર, હાથીસા, અટોદરા, ઓલપાડ ગ્રુપ, સોંદલાખારા, સાયણ, ઈશનપોર, કીમ, પિંજરત, સેલૂત

અનુ.જન.જાતિ(એસ.ટી.) અનામત સ્ત્રીઓ માટે 12 બેઠકો | કોબા,ગ્રુપ કરંજ, સરસાણા, નઘોઈ, બરબોધન, કુંભારી, મદરોઈ, દિહેણ , માસમાં ગ્રુપ, કુંડીયાણા, સરોલી ,સેગવાછામાં ગ્રુપ

અનુ.જાતિ(એસ.સી.) અનામત બે બેઠકો | કાસલાખુર્દ અને કારેલી

અનુ.જાતિ(એસ.સી.) સ્ત્રી અનામત બે બેઠકો| કન્યાસીઅને અસનાડ

કલેક્ટરે અનામત સીટ રોટેશન મુજબ જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ

અનામતન બેઠકોમાં રોટેશન જળવાયું હોવાની ફરિયાદ ઉઠી હતી

અન્ય સમાચારો પણ છે...