તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભાસ્કર િવશેષ | ઓલપાડ તાલુકાની ઇનોવેટિવ એક્ટિવિટીઝને રાષ્ટ્રીય મેગેઝીનમાં પણ સ્થાન આપવામાં આવ્

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર િવશેષ | ઓલપાડ તાલુકાની ઇનોવેટિવ એક્ટિવિટીઝને રાષ્ટ્રીય મેગેઝીનમાં પણ સ્થાન આપવામાં આવ્યું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નેશનલયુનિવર્સિટી ઓફ એજયુકેશનલ પ્લાનિંગ એન્ડ એડમિનિસ્ટ્રેશન (નુપા) , ન્યુ દિલ્હી દ્વારા આયોજિત નેશનલ એવોર્ડ ફોર ઇનોવેશન્સ ઇન એજયુકેશનલ એડમિનીટ્રેશન 2016-17 નું આયોજન પ્રવાસી ભારતીય કેન્દ્ર ઓડિટોરિયમ , ચાણક્યપૂરી , ન્યુ દ્દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું.

સમગ્ર પ્રક્રિયામાં દેશભરમાંથી 23 રાજયોના કુલ 1400 જેટલા તાલુકા અને જિલ્લાકક્ષાના શિક્ષણ અધિકારીઓ જોડાયા હતા જેમાંથી 150 જેટલા અધિકારીઓએ નોમિનેટ થયા હતા જે પૈકી ફકત 78 અધિકારીઓ યુનિવર્સિટી દ્વારા પ્રેઝન્ટેશન માટે પસંદગી પામ્યા હતા જેમાં જેમાં બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ પણ પસંદગી પામીને દિલ્હીમાં ડંકો વગાડયો હતો. જેના ભાગરૂપે બી.આર.સી કો.ઓર્ડિનેટર કિરીટભાઈ પટેલે પાંચ સભ્યોની જયુરી સમક્ષ તાલુકાની ઇનોવેટિવ એકીટિવિટીઝનનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. સમગ્ર ઓલપાડ તાલુકામાં કોઈ પણ પ્રકારની સરકાર ગ્રાન્ટ વિના સંપૂર્ણ લોકસહયોગથી ચાલતી ઇનોવેટિવ એકીટિવિટીઝનનું જેવી કે ધોરણ 1 થી 4માં અંગ્રેજી શિક્ષણ, મેથ્સ સાયન્સ, સામાજિક વિજ્ઞાન અને ભાષા કવીઝ, શાળા પ્રોફાઈલ, મોબાઈલ સ્કૂલ, બી.આર.સી દર્પણ, પ્રવૃતિની પાંખે અખબારની આંખે, વિધાર્થીઓની વ્યક્તિગત વિકાસ રેખા ફાઇલ, લોકભાગીદારીથી તિથિ ભોજન તેમજ એક શામ ગુરૂ શિષ્ય કે નામ કાર્યક્રમને પ્રેઝન્ટેશનમાં રજૂ કરવામાં આવી હતી. જેમાંથી પ્રભાવિત થઈ જયુરીએ ઓલપાડ તાલુકાની ઇનોવેટિવ એકીટિવિટીઝને નુપા ન્યુ દિલ્હી દ્વારા પ્રકાશિત ઇનોવેશન્સ ઇન એજયુકેશનલ એડમિની ટ્રેશન નામના રાષ્ટ્રીય મેગેઝીનમાં પણ સ્થાન આપવામાં હતું.

ભારત સરકારના માનવ સંશોધન અને વિકાસ મંત્રાલય કેન્દ્રિયમંત્રી પ્રકાશ જાવડેકરના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમમાં બી.આર.સી કો.ઓર્ડિનેટર કિરીટભાઈ પટેલનું “નુપા , ન્યુ દિલ્હી ના વાઇસ ચાન્સેલર જનધ્યાલા બી. જી તિલકના વરદ હસ્તે મોમેન્ટો અને પ્રમાણ પત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.

સમારોહના અધ્યક્ષ અને ઉદઘાટક એવા ભારત સરકારના માનવ સંશોધન અને વિકાસ મંત્રાલયના કેન્દ્રમંત્રી પ્રકાશ જાવડેકરે પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યુ હતું કે દેશભરના શિક્ષણવિદોના ઇનોવેશન્સીથી હું પ્રભાવિત થયો છું હું આશા રાખું છું કે આપના ઇનોવેશન્સ દેશની શિક્ષણ પ્રણાલીમાં નવીન ક્રાંતિ આણશે આપની એકીટિવિટીઝનું દેશના ખૂણે ખૂણે આદાનપ્રદાન થશે જે થકી બાળકો શિક્ષકો અને સમાજમાં નવો આત્મવિશ્વાસ જાગશે.

ઓલપાડ તાલુકામાં સીઆરસીને દિલ્હી ખાતે સન્માન કરવામાં આવ્યું.

ઓલપાડના BRC કો-ઓર્ડિનેટરનો દિલ્હીમાં ડંકો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો