• Gujarati News
  • સાયણમાં દુકાનમાલિકને માર મારી તોડફોડ

સાયણમાં દુકાનમાલિકને માર મારી તોડફોડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાયણઓલપાડ રોડ પર આવેલા પાનનો ગલ્લો અને જનરલ સ્ટોરની દુકાન પર ગતરોજ મોડી રાત્રે દુકાનમાલિક એકલો હોય દિવસના થયેલા વકરાનો હિસાબ કરતો હતો, ત્યારે અચાનક આવી ચઢેલા ટોળાએ દુકાનમાં ધસી જઈને દુકાન માલિકને બાનમાં લીધો હતો અને તેની પાસેથી અને દુકાનનાં ગલ્લામાં રાખેલી રોકડ રકમની લૂંટ ચલાવી હતી. સમયે દુકાનદારે પોતાનો બચાવ કરવા જતા લુંટારુઓએ તેના પર તિક્ષણ હથીયારથી હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. દુકાનદારે બચાવ માટે બૂમાબૂમ કરતા ઘટના સ્થળે ધસી આવેલા સ્થાનિક લોકોએ લૂંટારુઓને સામનો કરી પાંચ ઇસમોને ઝડપી પાડ્યા હતાં.

ઓલપાડ સાયણ મુખ્ય માર્ગ પર કાઠિયાવાડી કોલોનીમાં સંજય પાન સેન્ટર અને જનરલ સ્ટોર નામે ઔદ્યોગિક વિસ્તારમાં જીતુભાઈ અશોકભાઈ સાખડ ની દુકાન આવેલી છે. ગતરોજ કારીગરોનાં પગાર થવાથી તેમની ઘરાકી વધારે હોવા સાથે ઉધાર ખાતાવાળા ઘરાકો હિસાબ ચુકવવા આવે છે. તેમણે દુકાન મોડે સુધી ખુલ્લી રાખી હતી. રાત્રે 10 કલાકે દુકાનમાં એખલા બેસી હિસાબ કરી રહ્યા હતા ત્યારે અચાનક આવી પહોંચેલા આંઠ જેટલા ઇસમોએ જિતુભાઈ કંઈ બોલેએ પહેલા દુકાનમાં રાખેલા સામાનની તોડફોડ કરી હતી. તેમજ તેમની પાંસે રાખેલી રોકડ રકમ ઝુંટવી લઇ દુકાનનાં ગલ્લામાં રાખેલી રોકડ રકમ લેવા જતાં હતા ત્યારે દુકાનમાલિકે સામનો કરતાં લૂંટારુ ટોળીમાંથી એક ઈસમે જીતુભાઈ પર તીક્ષણ હથીયારથી હુમલો કરી પેટના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી. ગભરાઈને તેમણે પોતાનો જીવ બચાવવા બૂમાબૂમ કરતા સ્થાનિક લોકોનું ટોળું ઘટના સ્થળે ધસી આવ્યું હતું. દુકાનમાં તોડફોડ કરી આતંક મચાવનાર ઇસમોએ ભાગવાના ઇરાદે ટોળા પર હુમલો કર્યો હતો. જેમાં (1) શાંતિભાઈ અમથુભાઈ ચુડાસમા (55), (2) ચેતન શાંતિભાઈ ચુડાસમા (30) (3) કમુબેન શાંતિભાઈ ચુડાસમા (50)ને ગંભીર ઇજા પહોંચી હતી. સાયણની ખાનગી હોસ્પિટલમાં સારવાર માંટે દાખલ કરાયા છે. લોક ટોળાએ હિમ્મત ભેર સામનો કરતા દુકાનમાં આતંક મચાવનાર આંઠ પૈકી પાંચ જણાને લોકોએ ઝડપી પાડ્યા હતા, પરંતુ ત્રણ જણાં ભાગી છુટયા હતા. ઝડપાયેલા પાંચનાં લોક ટોળાએ હાડકાં ખોખરા કરતા બે જણાં ને ઇજા થતા હોસ્પિટલમાં સારવાર માંટે લઇ જવાયા હતા. જ્યારે ત્રણને ઓલપાડ પોલીસને સોંપી દેવાયા હતા.

ધમાલ કરનાર તમામ સુરતનાં પરપ્રાંતિયો..?

સાયણખાટેદુકાનદાર અનેક અન્ય લોકોને માર મારી દુકાનમાં મોટી તોડફોડ કરનારા સુરતનાં પાંડેસરા વિસ્તારમાં રહેતા ઓરીસ્સાવાસી પરપ્રાંતિયો હોવાનું જાણવા મળ્યું છે. મોબાઇલમાં બેલેન્સ નખાવાની બાબતે તેમણે ઝધડો કર્યો હોવાનું પોલીસ જણાંવી રહી છે.

સાયણમાં પાનની દુકાનમાં બે જૂથ વચ્ચે મારા-મારી અને ઇજાગ્રસ્ત થયેલા યુવકો અ્ને પકડાયેલા લોકો.

નેગેટિવ ન્યૂઝ સેક્શન