તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મધની મીઠાશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વધતીજતી વસતિ સામે ઘટતી જતી ખેતીલાયક જમીન અને ખેત ઉત્પાદન ખેડૂતો માટે ખોટનો સોદો સાબિત થઈ રહ્યો છે. ત્યારે ખેડૂતો ખેતીના વિકલ્પોની શોધમા છે. ત્યારે મધઊછેર ખેડૂતો માટે ફાયદો આપી રહ્યું છે. નવસારી જિલ્લાનુ મધ વિદેશોમા નિકાસ રહ્યુ છે.

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સોલધરા ગામે રહેતા ખેડૂત દંપતી અશોકભાઈ અને એમની પત્ની અસ્મિતાબેન ઘટી રહેલા ખેત ઉત્પાદન અને રાસાયણિક ખાતરના વધી રહેલા ભાવને કારણે ખેતી કરવી પરવડે તેમ હતી. જેને લઈને મધ ઊછેરની આધુનિક ખેતીની શરૂઆત કરી હતી. સાવરથી ખેડૂત દંપતી માખી કરડે તેના માટે વસ્ત્રો પહેરી કામમા જોતરાઈ મહેનત કરી અને એક વર્ષમા 8 ટન મધ ઉત્પાદન કરી રેકોર્ડ કર્યો છે અને આજે લાખોમાં રમતા થઈ ગયા છે. નવસારીના મધને વિશ્વના બજારમા મૂકવાની તૈયારીઓ કરી રહ્યા છે. સારી જિલ્લાના સોલધરા ગામના મધ ઊછેર સાથે સંકળાયેલ ખેડૂત અશોકભાઈ પટેલે જણાવ્યું હતું કે, અમે મધ ઊછેરની શરૂઆત કરી હતી. અમારી પાસે 400 ડબ્બાઓ છે અને એક વર્ષમા આઠ ટન મધ ઉત્પાદન કર્યુ હતું. જે આજે વર્ષમાં 30 ટન ઉત્પાદન કરી વિદેશોમા મોકલવા માટે તૈયારી કરી રહ્યા છે

દક્ષિણ ભારતમાંથી મધમાખી લવાઇ હતી

હાલઆધુનિક ખેતી પધ્ધતિઓ દેશના ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ત્યારે મધઊછેરમાં દંપતીએ શંસોધનના પણ નવા સોપાનો સર કર્યા છે. જેમાં સમગ્ર દેશના મધના પ્રકારો વિશે જાણકારી મેળવી અને દક્ષિણ ભારતમાંથી મધમાખીઓ લાવીને મધ ઊછેરની શરૂઆત કરી છે પહેલ ઓછી ખેતી ધરાવતા ખેડૂતો માટે પથદર્શક બનશે.

કારણોસર મધની માગ વિશ્વમાં વધી છે

સંપૂર્ણ આહાર ગણાતા મધની દેશ અને દુનિયામાં દિવસે દિવસે માગ વધી રહી છે. જેમાં આયુર્વેદીક દવાઓમાં તેમજ જેનેરીક દવાઓ બનાવવા માટે મધની માગ વધી રહી છે. મધમાં ગ્લુકોઝ, ફુકટોઝ, વિટામીન,ખનીજ પોટેશીયમ, સોડિયમ, કેલ્શીયમ, ફોસ્ફરસ, આર્યન, મેગેંનીઝ અને કોપરની માત્રા મોટા પ્રમાણમા હોય છે. જે તંદુરસ્ત માનવશરીર માટે મહત્વના ખનીજ તત્વો છે. જેને લઈને બજારમા ખાસ્સી માગ વધી છે.

એક વર્ષમાં 8 ટન મધનું ઉત્પાદન કરતું ખેડૂત દંપતી

અન્ય સમાચારો પણ છે...