• Gujarati News
  • સાયણ સુગર ફેક્ટરીમા પ્રતિક ધરણાનો કાર્યક્રમ રદ કરાયો

સાયણ સુગર ફેક્ટરીમા પ્રતિક ધરણાનો કાર્યક્રમ રદ કરાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર ખાતે યોજાયેલ બેઠકમાં રાજય સરકારના ખાંડ ઉધોગના પ્રશ્નો માટેના હકારાત્મક અભિગમને ધ્યાનમાં લેતા લેવાયેલો નિર્ણય

ભાસ્કરન્યૂઝ. ટકારમા

સાયણસુગર ફેક્ટરીમાં આવતીકાલે ગુરુવારે યોજાનારો પ્રતિક ધરણાંનો કાર્યક્રમ શેરડીના ખેડૂતોને કેટલીક રાહત આપવાની હૈયાધરપત અપાતા તે મોકુફ રખાયો હોવાનું જાણવા મળે છે.

દક્ષિણ ગુજરાતમા સહકારી ધોરણે કાર્યરત સુગર ફેક્ટરીઓ દ્વારા શેરડીના ભાવો જાહેર કરતા ગત વર્ષની સરખામણીમાં વર્ષ ધારવા કરતા નીચા ભાવો મળતા ખેડૂતોમાં રોષની લાગણી વ્યાપી હતી ત્યારે વિવિધ મુદે કેન્દ્ર સરકાર અને રાજય સરકારની રીતની ખેડૂત વિરોધી નીતિ સામે લડત ચલાવવા ગુજરાત રાજય ખેડૂત સમાજ તથા સાયણ વિભાગ સહકારી ખાંડ ઉધોગ મંડળીના ઉપક્રમે આજરોજ સવારે 11:00 થી 2: 00 કલાક સુધી સુગર ફેક્ટરી કમ્પાઉન્ડ ખાતે પ્રતિક ધરણાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. પરંતુ ગત રોજ ગાંધીનગર ખાતે યોજાયેલી બેઠકમાં રાજય સરકારશ્રીના ખાંડ ઉધોગના પ્રશ્નોનો માટેના હકારાત્મક અભિગમને ધ્યાનમાં લઈ હાલ પૂરતો રદ કરવામાં આવેલ છે.

બાબતે સૌ ખેડૂતો અને સભાસદોએ નોંધ લેવા માટે સાયણ સુગર ફેક્ટરીના પ્રમુખ કેતન પટેલ અને સુરત જિલ્લા ખેડુત સમાજના પ્રમુખ જયેશભાઈ પટેલે એક યાદીમાં જણાવ્યુ હતુ.