કોલેજમાં ભરવરસાદે વિદ્યાર્થીઓનાં ધરણાં
માંગરોળતાલુકાના વાંકલ ગામે કાર્યરત સરકારી આટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં પ્રાધ્યાપકોના અપૂરતા સ્ટાફ અને શૈક્ષણિક સુવિધાઓના અભાવના વિરોધમાં માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતીના સમર્થન હેઠળ નેશનલ સ્ટુડન્ટ યુનિનયના નેતૃત્વ હેઠળ કોલેજ સામે સખત વરસતા વરસાદની વચ્ચે વિદ્યાર્થીઓએ બે કલાક પ્રતિક ધરણા યોજી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
અંગે મળતી વિગતો અનુસાર વાંકલ આટ્સ એન્ડ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓએ દશ દિવસ અગાઉ બંને કોલોજમાં અપૂરત પ્રાધ્યપકો અને શૈક્ષણિક સુવિધા મળતી હોવાના મુદ્દે તાલુકા મામલતદારને એક આવેદનપત્ર આપી અમારી માગણીઓ સંતોષાય તો વિદ્યાર્થીઓ કોલેજ સામે પ્રતિક ધરણા યોજી ન્યાયની માંગ કરશે. તેમ જણાવ્યું હતું. પરંતુ વિદ્યાર્થોના પ્રશ્ન હલ થતાં વાંકલ કોલેજ સામે વિદ્યાર્થીઓએ પ્રતિક ધરણા યોજવાની સરકારી તંત્ર પાસે મંજૂરી મેળવી હતી.
જેથી પોલીસતંત્રએ તકેદારીના ભાગરૂપે વાંકલ કોલેજ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. પ્રતિક ધરણા વિદ્યાર્થીઓના સમર્થનમાં સુરત જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ કિશન પટેલ, કોંગ્રેસ આદિવાસી મોરચના આગેવાન રૂપસિંગ ગામીત, ઈરફાન મકરાણી, મનીષ વસાવા વગેરે આગેવાનોના સહયોગથી વિદ્યાર્થીઓએ સતત બે કલાક વરસતા વરસાદ વચ્ચે ભીંજાઈ ધરણા યોજ્યા હતાં.
ત્યારબાદ બંને આટ્સ એન્ડ સાયન્સ કોલેજના પ્રિન્સીપાલ ડો. પાર્થિવ ચૌધરી અને ડો. રાજેન્દ્રકુમાર જાનીએ જાહેરમાં વિદ્યાર્થીઓના પ્રશ્નો સાંભળી કેટલાક પ્રશ્નો અંગે ચર્ચા કરી વિદ્યાર્થીઓને પરિસ્થિતિથી વાકેફ કર્યા હતાં. પરંતુ વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ આવતાં એનએસયુઆઈ દક્ષિણ ગુજરાતના મહામંત્રી અપૂર્વ પરમાર, વાંકલ કોલેજ એનએસયુઆઈ પ્રમુખ રાજ રાઠોડ સહિતના અન્ય વિદ્યાર્થીઓએ પ્રશ્નોનું નિરાકરણ થાય ત્યાં સુધી વિદ્યાર્થીઓ આંદોલનને આગળ વધારવાનો નિર્ણય કર્યો છે. હવે આગળનો સમય બતાવશે કે વિદ્યાર્થીઓની માગણી સંતોષાય.
કોલેજ સામે સખત વરસતા વરસાદની વચ્ચે વિદ્યાર્થીઓએ બે કલાક પ્રતિક ધરણા કર્યા હતા.
તમામ લેક્ચર વ્યવસ્થિત લેવાય છે
^આકોલેજમાં 13 વિઝીટર ફેકલ્ટી છે. બાકી અમે રેગ્યુલર ચાર જીપીએસસી કેન્ડીડેટ ક્લાસ ટુ લેક્ચરર છીએ અને બીજા 13 લેક્ચરર સવારે 9 વાગ્યાથી સાંજે 3 વાગ્યા સુધી ફરજ બજાવે છે. બધા પિરિયડ વ્યવસ્થિત લેવાય છે. જેના કારણે પ્રથમ બેચમાં 89 ટકા જેટલું સારુ પરિણામ આવ્યું છે. સુવિધાના મુદ્દે હાલ ટ્રસ્ટના મકાનમાં કોલેજ કાર્યરત છે. જેથી કેટલીક નાની મોટી સુવિધાઓના પ્રશ્ન છે. હાલમાં વાંકલની કોલેજનું નવુ મકાન બનાવવાની પ્રક્રિયા પ્રગતિમાં છે. . > પાર્થિવચૌધરી, આચાર્ય,સાયન્સકોલેજ, વાંકલ
વાંકલની કોલેજમાં અપુરતા પ્રધ્યાપકો અને શિક્ષણ સુવિધાના અભાવને લઇ વિદ્યાર્થીઓએ બે કલાક સુધી પ્રતિક ધરણા કર્યા
શિક્ષણ-શિક્ષકોનાં વિવિધ પ્રશ્નોનું નિરાકરણ આવે તો વિદ્યાર્થીઓ આંદોલન આગળ ધપાવવાનાં મૂડમાં
આંદોલનને દબાવી દેવાનાં પ્રયાસ થઇ રહ્યા છે
^વાંકલસાયન્સ કોલેજની વિદ્યાર્થીની ચૈતાલી પરમારે આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું કે શિક્ષણ જેવી પાયાની સુવિધ મળવાથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાય રહ્યું છે તેની સામે અમે વિદ્યાર્થીઓએ આંદોલન શરૂ કર્યુ છે. અમારા આંદોલનને દબાવી દેવા પ્રયાસ થઈ રહ્યાં છે. અને ખુદ મારા આવાજ ને દબાવી દેવા દબાણ થઈ રહ્યું પરંતુ ગમે તેવી મૂશ્કેલી વચ્ચે જ્યા સુધી ન્યાય મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખીશ. > ચૈતાલીપરમાર, વિદ્યાર્થિની,વાંકલ કોલેજ