તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સાપુતારા માર્ગ પર ખાંડ ભરેલી ટ્રકે રેલીંગ પર ચઢી ઝોલા ખાધા

સાપુતારા માર્ગ પર ખાંડ ભરેલી ટ્રકે રેલીંગ પર ચઢી ઝોલા ખાધા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાંગજિલ્લાના સાપુતારા-માલેગામ ઘાટમાર્ગના યુ ટર્ન વળાંકમાં ખાંડનો જથ્થો ભરેલી ટ્રક માર્ગના સાઈડમાં આવેલી રેલિંગ પર ચઢી જઈ બંને બાજુ ઝોલા ખાતા ઘટનાસ્થળે અકસ્માત સર્જાવાની સાથે મોટી દુર્ઘટના ટળી હતી.

આજે મહારાષ્ટ્રના સાંગલીથી ખાંડનો જથ્થો જારી સુરત તરફ જઈ રહેલી ટ્રક (નં. જીજે-3-ડબલ્યુ-8906) સાપુતારા-વઘઈને સાંકળતા આંતરરાજ્ય ધોરીમાર્ગના સાપુતારા માલેગામ ઘાટ માર્ગના યુટર્ન વળાંકમાં ચાલક દ્વારા સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા પૂરપાટ વેગે માર્ગની સાઈડમાં આવેલી રેલિંગ પર ચઢી જઈ વચ્ચોવચ બંને બાજુ (આગળ-પાછળ) ઝોલા ખાતા અટકી ગઈ હતી. અકસ્માતના બનાવમાં ચાલક સકુભાઈ સુમરા (રહે. જૂનાગઢ)એ સમયસૂચકતા વાપરી ટ્રકને કાબૂમાં લેતા ખાંડનો જથ્થો ભરેલી ટ્રક 200થી 300 ફૂટ ઉંડી ખીણમાં ખાબકતા બચી હતી અને ઘટનાસ્થળે મોટી દુર્ઘટના ટળી હતી.

રેલિંગ પર ચઢી જઈ વચ્ચોવચ બંને બાજુ (આગળ-પાછળ) ઝોલા ખાતા અટકી ગયેલી ખાંડનો જથ્થો ભરેલી ટ્રક.

મહારાષ્ટ્રના સાંગલીથી ખાંડનો જથ્થો સુરત જઇ રહ્યો હતો

અન્ય સમાચારો પણ છે...