• Gujarati News
  • National
  • પીંપરી ગામે કેન્દ્ર કક્ષાનાં રમત ઉત્સવમાં 12 શાળાએ ભાગ લીધો

પીંપરી ગામે કેન્દ્ર કક્ષાનાં રમત ઉત્સવમાં 12 શાળાએ ભાગ લીધો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાંગજિલ્લાના પીંપરીમાં કેન્દ્ર કક્ષાના યોજાયેલા રમતોત્સવમાં કબડ્ડીમાં નડગખાડી તો ખો-ખોમાં ચીકટીયા શાળાની ટીમ વિજેતા થઈ હતી.

પીંપરી કેન્દ્રની નડગખાડી, ચીકટીયા, ઈસદર, ટોકરદહાડ, ગૌર્યા, કુંભીપાડા, પીંપરી, જૂના દાવદહાડ સહિત 12 જેટલી પ્રાથમિક શાળાના રમતોત્સવનો પ્રારંભ સીઆરસી મહેન્દ્ર પટેલ, નડગખાડી શાળાના આચાર્ય સ્નેહાબેન પટેલ, ચીકટીયાના ભાવેશ ખડગે, વિપુલ પટેલ, દાવદહાડના નવીન પટેલ, પીંપરીના અમ્રતભાઈ ગાયકવાડ સહિત શિકો, વાલીઓ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લો મુકાયો હતો. રમતોત્સવમાં કબડ્ડીમાં ભાઈઓની ટીમમાં પીંપરી અને નડગખાડી પ્રા.શાળાની ટીમ વચ્ચે રમાઈ હતી. જેમાં નડગખાડી ટીમનો વિજય થયો હતો. જ્યારે કન્યાની ટીમની જીત થઈ હતી. જ્યારે ખોખોની રમતમાં કુમાર-કન્યા બંનેમાં ચીકટીયા પ્રા.શાળાની ટીમ વિજેતા થઈ હતી. જ્યારે યોગાસન અંડર-11માં પીંપરી આશ્રમશાળામાં યશ ભોંયે, અંડર-14મા પણ આશ્રમશાળા પીંપરીનો પ્રદીપ પવાર પ્રથમ ક્રમે રહ્યા હતા. ઉપરાંત 30 મીટર દોડમાં નડગખાડી પ્રા.શાળાનો સચીન ગાયકવાડ પ્રથમ ક્રમે અને હેત્વીબેન ગાયકવાડ દ્વિતીય ક્રમે રહ્યા હતા. 50 મીટર દોડમાં પીંપરી આશ્રમનો અભિષેક પવાર જ્યારે 100 મીટર દોડમાં હનવંતચોંડનો નિતેશ પવાર પ્રથમ ક્રમે અને ચીકટીયાની પુનમબેન ચૌધરી દ્વિતીય ક્રમે આવ્યા હતા.

રમતોત્સવમાં વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મજા માણી હતી. નડગખાડી પ્રા.શાળાની કબડ્ડીની ચેમ્પિયન ટીમને ગામના અગ્રણી મોહનભાઈ ચૌધરી, એસએમસીના સભ્ય રવિન્દ્ર ભીવસેન, પ્રેમીલાબેન ચૌધરી, સંગીતાબેન માહલા વગેરેએ અભિનંદન પાઠવ્યા હતા.

નડગખાડી પ્રાથમિક શાળાની કબડ્ડીની વિજેતા ટીમ.

અન્ય સમાચારો પણ છે...