• Gujarati News
  • National
  • સાત ગામનાં લોકોની તરસ છીપાવતો ચેકડેમ ઉંડા કરવાના મામલે તંત્ર નીંભર

સાત ગામનાં લોકોની તરસ છીપાવતો ચેકડેમ ઉંડા કરવાના મામલે તંત્ર નીંભર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલગરમીની શરૂઆત થઇ છે ત્યારે ધવલીદોડ ખાતે આવેલ ચેકડેમ જાણે પોતે પાણી માટે પોકાર કરી રહયો હોય તેવો ભાસે છે.ધવલીદોડ પાસે આવેલ ચેકડેમ પુરાણ થવાના કારણ હાલ અઠવાડિયુ ચાલે એટલુ પાણી છે અને સામે ગરમીના ત્રણ મહિના છે.હાલમાં એને ઉંડો કરવાની પાણી પુરવઠા વિભાગને રસ નથી, હમણા ઉંડો થાય તો ખરેખર કામ દેખાય અને ખર્ચેલ ગ્રાન્ટ લેખે લાગે,પરંતુ વરસાદ પડવાના 10 દિવસ બાકી હોય ત્યારે ચેકડેમમાં પુરાણને કાઢી ઉંડા કરવાની કામગીરી હાથ ધરાય છે.આ કામગીરી દરમિયાન વરસાદ પડી જાય છે અને ચેકડેમ પાણીથી ભરાઇ જાય ત્યારે કેટલું કામ થયુ તે પાણીમાં દબાઇ જાય છે.

10 વર્ષે ચેકડેમ ઉંડા કરવામાં આજ પ્રકારની પધ્ધતિ અપનાવવામાં આવે છે અને કામગીરી પુરી થતી નથી.જેથી પાણીનો સંગ્રહ પુરતો થતો નથી અને આગામી ઉનાળામાં લોકોની સમસ્યા જેવી હતી તેવી રહે છે. ધવલીદોડ પાસે આવેલ ચેકડેમથી આસપાસના 7 જેટલા ગામોના લોકોને પાણી મળે છે.આમ ખૂબ મહત્વના ચેકડેમને ખરેખર અને પુરતો ઉંડો કરવામાં અધિકારીઓને રસ નથી.

ધવલીદોડના ચેકડેમમાં હાલમાં માત્ર અઠવાડીયું ચાલે તેટલું પાણી બચ્યું છે!

અન્ય સમાચારો પણ છે...