તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • નીમપાડાથી હનવપાડાને જોડતા કોઝવેના સળિયા દેખાવા લાગ્યાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નીમપાડાથી હનવપાડાને જોડતા કોઝવેના સળિયા દેખાવા લાગ્યાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડાંગજિલ્લાના પૂર્વપટ્ટી વિસ્તારના ચીંચલીથી ગારખડી જતા માર્ગ પર નીમપાડા ગામ પાસેના કોઝવે પર ભારે વરસાદને પગલે કોઝવે ધોવાઇ જઈ સળિયા નીકળી જતા વાહનચાલકોને ભારે હાલાકિ વેઠવાની નોબત ઉભી થવા પામી છે.

અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ડાંગ જિલ્લાના પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલા નીમપાડાથી હનવતપાડાને જોડતા માર્ગ પર આવેલા કોઝવે પર ભારે વરસાદને પગલે કોઝવે પર ઠેર ઠેર ધોવાણ થઈ જતા અતિ બિસમાર થયેલા માર્ગના પગલે અહીંથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કોઝવે પર ભારે વરસાદને પગલે પૂરના પાણી ફરી વળતા બહાર નીકળી આવેલા સળિયા અને મસમોટા ખાડાના કારણે વાહનચાલકોને અકસ્માતના બનાવો બનવા પામે છે. વળી બિસમાર થયેલા કોઝવેના કારણે બીમારી ટાણે 108 જેવી ઈમરજન્સી સેવા પણ મળતા આદિવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

સરવે હાથ ધરી મરામત હાથ ધરાશે

^તાજેતરમાં પડેલા ભારે વરસાદને પગલે કેટલીક જગ્યાએ કોઝવે તેમજ માર્ગો ડેમેજ થયેલા છે. જેનો સરવે હાથ ધરી સત્વરે મરામતની કામગીરી હાથ ધરાશે. > અજીતચૌધરી, ના.કા.ઈ.,માર્ગ મકાન પંચાયત

રસ્તો બિસ્માર હોય 108ની સેવા મેળવવી પણ મુશ્કેલ બની

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો