તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ડાંગમાં ડુંગર દેવની પૂજા અર્ચના ચાલી રહી છે

ડાંગમાં ડુંગર દેવની પૂજા અર્ચના ચાલી રહી છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
98ટકા આદિવાસી વસ્તી ધરાવતો ડાંગ જિલ્લામાં વિવિધ ઉત્સવો માટે જાણીતો છે. હાલ ચોમાસા ખેતી બાદ તૈયાર થયેલ ધાન્યને પૂજા-અર્ચના કરી દરેક ગામડાઓ પર કોઇ આપત્તિ આવે તે માટે ડુંગરદેવની પૂજા-અર્ચના જોરશોરથી ચાલી રહી છે.

કુદરતી સૌંદર્ય અને ઘટાદાર જંગલોથી ઓળખાતો ડાંગ જિલ્લામાં ડુંગરદેવની પૂજા અર્ચના ચાલી રહી છે. ડાંગના પ્રકૃતિપૂજા આદિવાસીઓ ચોમાસુ પાક અને ગામનાં ઢોર-ઢાકર કે રોગચાળો આવે તે માટે ડુંગરદેવની પૂજા કરવામાં આવે છે. ડુંગર દેવની પૂજા માટે દરેક ગામડાનાં આદિવાસી યુવાનો સાત દિવસ સુધી ઘર બહાર જંગલમાં રાતવાસો કરવો પડે છે. તેઓ દિવસ દરમિયાન ગામડામાં ફાળો ઉઘરાવે છે.

જે બાદ સાતમાં દિવસે પૂર્ણિમા દરેક ગામડાનાં ડુંગરદેવ જે-તે ડુંગરનાં ગુરૂઓમાં પોતાના આરાધ્ય દેવોને નૈવેદ્ય ચડાવી નવા પાકો (અનાજ) ઘર વપરાશ માટે અન્નપૂર્ણા દેવી પાસે આશિર્વાદ મેળવે છે.

ડાંગ જિલ્લામાં ડુંગર દેવની પૂજા અર્ચના ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...