• Gujarati News
  • National
  • માલેગામ ઘાટમાર્ગમાં ટ્રક ટેમ્પોે ભટકાતાં એકનું મોત

માલેગામ ઘાટમાર્ગમાં ટ્રક ટેમ્પોે ભટકાતાં એકનું મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ યુ-ટર્ન નજીક કપાસનો જથ્થો ભરેલ ટ્રક અને પાર્સલ સમાન ભરેલ ટેમ્પો સામસામે ભટકાતા ઘટના સ્થળે એકનું મોત નીપજવાની સાથે ચારને ઇજાઓ પહોંચી હતી.

મંગળવારે ં ઔરંગાબાદથી કપાસ ભરી અમદાવાદ જઇ રહેલ ટ્રક નં. એમએચ.14.સીપી.2023 તથા સુરતથી પાર્સલ સામાન ભરી નાસિક તરફ જઇ રહેલ ટેમ્પો નં. એમએચ.15.ઇજી.7377 જે બંને માલેગામ નજીક સામસામે ભટકાતા ઘટનાસ્થળે ટેમ્પાનાં બોનેટનો કચ્ચરઘાણ વળી જવાની સાથે અકસ્માત સર્જાયો હતો.

જે અકસ્માતનાં બનાવમાં આઇસર ટેમ્પામાં સવાર ક્લીનર કેબિનમાં દબાઇ જતા તેનું ગંભીર ઇજાઓના કારણે ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માતનાં બનાવમાં આઇસર ટેમ્પો ચાલક નામે રાજેન્દ્ર તરમડેને ગંભીર ઇજાઓ પહોંચતા તેને 108 મારફતે સારવારના અર્થે પ્રથમ શામગહાન સી.એચ.સી ખાતે પ્રાથમિક સારવાર અપાયા બાદ તેની હાલત નાજુક જણાતા તેને વધુ ...અનુસંધાન પાના નં. 2

માલેગામ ઘાટમાર્ગમાં ટ્રક અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

અન્ય સમાચારો પણ છે...