તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સિંગાણા નજીક ગીરમાળ ધોધ તરફ જતો માર્ગ બિસમાર બનતાં હાલાકી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિંગાણા નજીક ગીરમાળ ધોધ તરફ જતો માર્ગ બિસમાર બનતાં હાલાકી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડાંગજિલ્લાના પૂર્વપટ્ટી વિસ્તારમા આવેલા સિંગાણા નજીકનો ગીરમાળ ધોધ ચોમાસા દરમિયાન સોળેકળાએ ખીલી ઉઠતા શનિ-રવિની રજાઓમાં પ્રવાસીઓનો ઘોડાપૂર ઉમટ્યો હતો. જેમાં ગીરમાળ ધોધ નજીક આવેલા તીવ્ર ચઢાણ પર માર્ગ બિસમાર બનતા અનેક વાહનો ખોટકાવાના બનાવો બનતા પ્રવાસીઓને ભારે હાલાકી વેઠવાની નોબત ઉભી થવા પામી હતી.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં આવેલા ગીરમાળ ધોધ રાજ્યનો સૌથી ઉંચો ધોધ તરીકે જાણીતો છે. અહીં ચોમાસા દરમિયાન ધોધ સોળે કળાએ ખીલી ઉઠતા અપ્રિતમ સૌંદર્ય સર્જાય છે.

ધોધને નિહાળવા ગુજરાત સહિત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડે છે. ગીરમાળ ધોધ નજીક આવેલા તીવ્ર ચઢાણ પાસે મસમોટા ખાડાઓ પડતા અતિબિસમાર માર્ગને પગલે ગીરાધોધ નિહાળી પરત ફરતા પ્રવાસીઓ ચઢાણ પર વાહનો ફસાય જતા ખોટકાય જવાના બનાવો બનવા પામ્યા છે. અહીં વહીવટીતંત્ર દ્વારા કોઈ દિશાસૂચક બોર્ડ કે સૂચનાઓ પણ લગાવાતા પ્રવાસીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેવામાં સુબીર તાલુકા વિકાસ અધિકારી સ્થળની મુલાકાત લઈ પ્રવાસીઓને પડતી મુશ્કેલી નિવારવા ઘટતું કરે તે જરૂરી છે.

ગીરમાળ ધોધ પાસે આવેલો તીવ્ર ઢોળાવ પર બિસમાર માર્ગના પગલે ખોટકાય ગયેલી કાર તથા સોળે કળાએ ખીલી ઉઠેલો ધોધ. તસવીર-ભાસ્કર

પ્રવાસીઓના વાહન ચઢાણ પર ફસાય જતા ખોટકાય જવાના બનાવો

ચોમાસામાં ધોધ સોળે કલાએ ખીલી ઉઠતા પ્રવાસીઓ વધુ આવે છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો