તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એકલવ્ય સ્કૂલમાં ગાદલા કૌભાંડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાંગજિલ્લાશિક્ષણાધિકારી હસ્તક આવેલી 7 આશ્રમશાળાઓને રાજ્ય સરકારે નાયબ પ્રાયોજના વહીવટદાર ડાંગ હસ્તક એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલસ્કુલમાં તબદીલ કર્યા બાદ શાળામાં અભ્યાસ કરતાં બાળકો માટે પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હતી.પરંતુ શાળામાં ખરીદવામાં આવેલ ચીજવસ્તુઓ નિમ્નકક્ષાની અને ટેન્ડરમાં દર્શાવેલ મુજબની હોવા અંગે વ્યાપક ફરીયાદો ઉઠી છે.

ડાંગના નાયબ પ્રાયોજના વહીવટીદાર હસ્તક ચાલતી ડાંગની સાત એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કુલમાં અંદાજીત 1300 વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહયાં છે.આ આદિવાસી વિદ્યાર્થીઓને રહેવા-જમવાની સંપૂર્ણ સુવિધાઓ રાજ્ય સરકાર આપી રહી છે.અને તે માટે સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ પણ ફાળવે છે.પરંતુ ભ્રષ્ટ અધિકારીઓના પાપે આવેલી ગ્રાન્ટ વપરાયા બાદ પણ બાળકોને સુવિધા મળતી નથી.વર્ષ 2015/16 દરમિયાન બાળકો માટે અશી ન્યું ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત કે પ્રાયોજનો વહીવટીદાર હસ્તકની ગ્રાન્ટમાંથી વાસણો ખરીદવામાં આવ્યા હતાં. વાસણો સ્પેસીફીકેશન મુજબના હોવાની ફરીયાદ બાદ તત્કાલીન આદિજાતી કલ્યાણમંત્રી મંગુભાઇ પટેલે સાપુતારા એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કુલની મુલાકાત દરમિયાન તપાસનાં આદેશો કર્યા હતાં.પરંતુ તે તપાસ આજ દિવસ સુધી શરૂ કરવામાં આવી નથી એટલું નહી પરંતુ બાળકો માટે વર્ષ 2015-16 દરમિયાન (1000) જેટલા રૂના ગાદલાઓ ખરીદવામાં આવ્યા હતા,અને એક ગાંદલાસેટનાં રૂ઼.2500 મંજૂર કરાયા હતા.સામાન્ય રીતે બજારમાં મળતો 800 રૂપિયાનો સેટના બદલે ભ્રષ્ટ અધિકારીઓએ વહાલી હવાલાની નિતિ અપનાવી 2500 રૂ.માં ખરીદેલ ગાંદલા અત્યંત નિમ્નકક્ષાનો હોય એકલવ્ય મોડેલ મોડેલ રેસીડેન્સીયલ સ્કુલનાં આચાર્ય દ્વારા જે-તે સમયે લેખિત અનેમૌખિક ફરીયાદો કરવામાં આવી હતી.

એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ. તસવીર- પાંડુ ચૌધરી

ચાર્જ આંચકી બીજાને સોંપાયો

વિવાદવકરતાં ઇજારદારને ગાદલાનું પેમેન્ટ અટકાવી દેવાયું હતું.પરંતુ અંગેની તપાસ હાથ ધરી ડાંગ પ્રાયોજના વહીવટીદાર નો આજે સંભાળતા તાપી ઇન્ચાર્જ ડામોર પાસેથી ચાર્જ આંચકી વાંસદા પ્રાયોજના વહીવટદારને ચાર્જ સોપાયો છે.

કોન્ટ્રાકટરનું પેમેન્ટ અટકાવાયું

જોકેડાંગની 7 જેટલી એકલવ્ય રેસીડેન્સીયલ સ્કુલમાં નિમ્નકક્ષાનાં ગાદલાં ખરીદી કૌભાંડ અંગે એકલવ્ય સ્કુલનાં પ્રોજેક્ટ મેનેજર પ્રતિક પટેલને પુછતાં તેઓજણાવ્યું હતું કે જે તે વખતે એકલવ્ય સ્કુલ દ્વારા ગાંદલાનું ટેન્ડર બહાર પાડ્યું હતું.જેમાં ઇજારદાર દ્વારા નિન્મકક્ષાનું મટીરીયલ્સવાળા ગાદલાં પૂરા પાડ્યાં હોવાનું ધ્યાને આવતાં તેઓનું ટેન્ડર રદ કરી પેમેન્ટ અટકાવી દેવાયું છે. હાલ સ્કુલ માટે ગાદલાની ઘર હોય નવું ટેન્ડર અથવા ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી ગાંધીનગર દ્વારા ગાદલાં પૂરા પાડવાની તજવીજ હાથ ધરી છે.

અગાઉ વાસણ ખરીદીમાં પણ મંત્રીએ તપાસના આદેશ આપ્યા હતા

બજારમાં મળતા 800ના ગાદલા રૂ. 2500માં ખરીદાયા તે પણ નિમ્નકક્ષાના

અન્ય સમાચારો પણ છે...