તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સાપુતારા નજીક હથગઢમાં કાર ટ્રક વચ્ચે અકસ્માત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાપુતારા નજીક હથગઢમાં કાર-ટ્રક વચ્ચે અકસ્માત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગિરિમથકસાપુતારાને અડી આવેલા મહારાષ્ટ્ર રાજ્યની હદમાં સુરતથી નાસિક જતી ટ્રક અને પૂણેથી સુરત જતી કાર સામસામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જોકે કારનો કચ્ચરઘાણ થવા છતાં પ્રવાસીઓનો ચમત્કારિક બચાવ થયો હતો. અકસ્માત બાદ ટ્રક માર્ગ પર આડી થઈ જતા થોડા સમય માટે માર્ગ અવરોધાયો હતો.

મળતી માહિતી અનુસાર સાપુતારાને અડી આવેલા મહારાષ્ટ્ર બોર્ડરના હથગઢ નજીક સુરતથી નાસિક તરફ પૂરપાટ અને ગફલતભરી રીતે હંકારી જઈ રહેલી ટ્રક (નં. જીજે-5-બીયુ-6983)એ પૂણેથી સુરત તરફ જઈ રહેલી કાર (નં. એમએચ-12-8200)ને જોરદાર ટક્કર મારી ટ્રકચાલકે કાબૂ ગુમાવી ટ્રક માર્ગ સાઈડે ખાડામાં ઉતારી દેતા ટ્રક માર્ગ વચ્ચે આડી થઈ ગઈ હતી.

ટ્રક-કાર વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ થવા છતાં પ્રવાસીઓને ખરચ સુદ્ધાં થતા ચમત્કારિક બચાવ થયો હતો.

અકસ્માતને પગલે થોડો સમય માટે બંને બાજુ વાહનોની લાંબી કતાર લાગી જવા પામી હતી. જોકે બોરગાંવ પોલીસ ઘટનાસ્થળે ધસી જઈ વાહનો ખસેડી લેતા માર્ગ પૂર્વવત થયો હતો.

સાપુતારાના સરહદ પર હથગઢ નજીક કાર-ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

થોડા સમય માટે વાહનવ્યવહારને અસર થઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો