તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ડાંગ જિલ્લામાં ધોરણ 1માં 6104 વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ અપાયો

ડાંગ જિલ્લામાં ધોરણ 1માં 6104 વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ અપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યસમસ્તની જેમ ડાંગ જિલ્લામાં પણ તા.8 થી 10 જુન,2017 દરમિયાન શાળા પ્રવેશોત્સવ-અને-કન્યા કેળવણી મહોત્સવ 2017 ઉજવાઇ ગયો.શિક્ષિત ભાવિ પેઢીના ઘડતર માટેના કાર્યક્રમ દરમિયાન ડાંગ જિલ્લામાં કુલ 6104 બાળકોને ધોરણ-1માં અને 2498 વિદ્યાર્થીઓને ધોરણ-9માં પ્રવેશ આપવામાં આવ્યો હતો.સાથે સાથે 1809 ભૂલકાઓને આંગણવાડીમાં પ્રવેશ કરાવાયો હતો.

ડાંગ કલેક્ટર બી.કે.કુમાર અને જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં યોજાયેલા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન જુદા જુદા 44 રૂટો ઉપર રાજ્ય અને જિલ્લા કક્ષાના 29 મહાનુભાવો સહિત,ઉચ્ચાધિકારીઓએ મુલાકાત લઇ નવાગંતુક બાળકોને પ્રોત્સાહિત કરવાની સાથે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના માધ્યમથી શિક્ષિત ભાવિ પેઢીના ઘડતરનો ઉદ્દેશ સ્પષ્ટ કર્યો હતો.

દરમિયાન ડાંગ વન વિભાગ દ્વારા જિલ્લાની તમામ શાળાઓમાં પ્રવેશ પામેલા નવા બાળકોને ફળાઉ વૃક્ષના રોપાઓનું વિતરણ કરી તેના જતન અને સંવધર્ન સાથે પર્યાવરણની જાળવણીનો મૂકસંદેશ પાઠવ્યો હતો.ડાંગ જિલ્લા માહિતી કચેરી દ્વારા ઠેર-ઠેર ઉપયોગી સાહિત્યનું વિનામૂલ્યે વિતરણ કરાયું હતું.ડાંગ જિલ્લામાં ધોરણ-1માં પ્રવેશ પામેલી 1210 કન્યાઓને નિયમોનુસાર રૂ.24 લાખ 20હજારની કિંમતના વિદ્યાલક્ષ્મી બૉન્ડ પણ વેળા મહાનુભાવોના હસ્તે એનાયત કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...