તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ડાંગમાં 13મીથી આદિવાસી વિકાસ ગૌરવયાત્રા યોજાશે

ડાંગમાં 13મીથી આદિવાસી વિકાસ ગૌરવયાત્રા યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યનાઆદિજાતિ વિકાસ વિભાગ દ્વારા તા.13થી 15 જુન 2017 દરમિયાન ડાંગ જિલ્લામાં આદિવાસી વિકાસ ગૌરવયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

ડાંગના પ્રાયોજના વહીવટદાર એસ.બી.ચૌધરી તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર તા.13/6/2017થી તા.15/6/2017 દરમિયાન જિલ્લાના ત્રણેય તાલુકાઓમાં પસંદગીના ગામોમાં આદિવાસી વિકાસ ગૌરવયાત્રાનું આયોજન કરાયું છે.જેમાં સૌ પ્રજાજનો તથા હોદ્દેદારોને ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે.

નિયત કાર્યક્રમ મુજબ તા.13/6/2017નાં રોજ યાત્રાના માધ્યમથી ોરખલ, ગલકુંડ, શામગહાન, માલેગામ અને ધવલીદોડ મુકામે જનજાગૃતિ કાર્યક્રમ યોજાશે. જ્યારે તા.14/6/2017નાં રોજ લવચાલી, સુબિર, ગારખડી, પીપલદહાડ અને શિંગાણા, તથા તા.15/6/2017નાં રોજ રંભાસ (જામલાપાડા), સાકરપાતળ, વઘઇ, ઝાવડા અને કાલીબેલ ખાતે વ્યાપક જનજાગૃતિ કેળવશે.

અન્ય સમાચારો પણ છે...