તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • દરડી નાકા પરથી ~ 2.50 લાખના સાગી ચોરસા ભરેલો ટેમ્પો ઝબ્બે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દરડી નાકા પરથી ~ 2.50 લાખના સાગી ચોરસા ભરેલો ટેમ્પો ઝબ્બે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડાંગજિલ્લાના ઉત્તર ડાંગ વન વિભાગના ભેંસકાતરી રેંજના દરડી નાકા ઉપરથી ટાટા ટેમ્પોમાં લઈ જવાતા ગેરકાયદે સાગી ચોરસા વન વિભાગે ઝડપી પાડ્યા હતા.

ઉત્તર ડાંગ વન વિભાગના નાયબ વનસંરક્ષક આનંદકુમારને મળેલી બાતમીના આધારે ભેંસકાતરી રેંજના આરએફઓ ગાયકવાડ તથા તેમના સ્ટાફે નાઈટ પેટ્રોલિંગ આરંભ્યું હતું. દરમિયાન ભેંસકાતરી રેંજમાં સમાવિષ્ટ દરડી ગામના નાકા પાસે શંકાસ્પદ લાગતા ટેમ્પોની ફિલ્મી ઢબે પીછો કરતા ટેમ્પોચાલક ટેમ્પો મુકી અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. ભેંસકાતરીના સ્ટાફે ટાટા ટેમ્પો (નં. જીજે-7-વાય-1487)માં તપાસ કરતા એમાંથી ગેરકાયદે સાગી ચોરસા નંગ 15 ઘનમીટર 3.329 કિંમત રૂ. 2.50 લાખ તથા ટેમ્પોની કિંમત રૂ. 2 લાખ મળી કુલ રૂ. 2.50 લાખનો મુદ્દામાલ કબજે કરી વન વિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દરડીનાકા પાસેથી ટેમ્પોમાં ઝડપાયેલા સાગી ચોરસા. તસવીર-પાંડુચૌધરી

ટેમ્પોનો ડ્રાઇવર અંધારોનો લાભ લઇ ભાગી છુટ્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો