• Gujarati News
  • National
  • બોરખલ શાળામાં વાર્ષિકોત્સવ સાથે બોર્ડના વિદ્યાર્થીઓને વિદાય

બોરખલ શાળામાં વાર્ષિકોત્સવ સાથે બોર્ડના વિદ્યાર્થીઓને વિદાય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોરખલમાધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ધો. 10 અને 12ના વિદ્યાર્થીઓને વિદાય અને વાર્ષિકોત્સવ યોજાયો હતો.

સરકારી માધ્યમિક શાળા બોરખલ ખાતે બોર્ડની ધો. 10 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થતા તેઓની વિદાય અને શાળાનો વાર્ષિકોત્સવમાં બોરખલ ગ્રામપંચાયતના સરપંચ, રાવચોંડ, ગાયખાસ, ચૌંક્યા, પાયરઘોડી ગ્રામપંચાયતના સભ્યો તથા શિક્ષકોની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો. દેવરામભાઈ જાદવે જણાવ્યું હતું કે શાળાના આચાર્ય અને સ્ટાફના કારણે વિદ્યાર્થીઓ દરેક ક્ષેત્રમાં હોંશિયાર થયા છે. આચાર્ય રોહન ટંડેલે વિદ્યાર્થીઓને વિદાય સાથે પરીક્ષા માટે શુભેચ્છા પાઠવી હતી. શાળાના વિદ્યાર્થીઓએ કૃતિઓ રજૂ કરી હતી. વિદાય થતા વિદ્યાર્થીઓને શાળા તરફથી પુસ્તકો ભેટ આપી પ્રોત્સાહિત કર્યા હતા.

બોરખલ માધ્યમિક શાળામાં વાર્ષિકોત્સવ યોજાયો હતો. તસવીર-પાંડુચૌધરી

અન્ય સમાચારો પણ છે...