• Gujarati News
  • National
  • ઉનાઇ માતાજીના દર્શન કરવા શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી

ઉનાઇ માતાજીના દર્શન કરવા શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યાત્રાધામઉનાઇ ખાતે હોળીના તહેવારમાં ઉનાઇ માતાજીના દર્શન કરવા શ્રધ્ધાળુઓની ભીડ ઉમટી હતી.પદમડુંગરી ખાતેપણ સહેલાણીઓને ધૂળેટીના દિવસે ધસારો જોવા મળ્યો હતો.

ઉનાઇ ખાતે હોળી અને ધુળેટીની મજા માણતા ભક્તો વહેલી સવારથી ઉનાઇ માતાજીના દર્શન કરવા ઉમટી પડ્યા હતા.મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓનો દિવસ દરમિયાન ધસારો જોવા મળ્યો હતો.હોળીના તહેવાર નિમિત્તે માતાજીના આર્શીવચન મેળવવા સવારથી ભક્તો માતાજીના દર્શન કરવા આવતા હતા.તદ ઉપરાંત આજુબાજુના મોટી સંખ્યામાં પ્રવાસીઓ સાપુતારા ફરતી વેળા ઉનાઇ માતાજીના દર્શન માટે રોકાયા હતા.ઉનાઇ રેંજના પદમડુંગરી ખાતે આવેલા ઇકોટુરિઝમમાં પણ સ્થાનિકો સહિત પ્રવાસીઓનો દિવસ દરમિયાન ધસારો જોવા મળ્યો હતો.પ્રવાસીઓ અહીં આવી ધુળેટી ઉત્સવની ઉજવણી કરતા પણ જોવા મળ્યા હતા.

મંદિરના પટાંગણમાં ફાગણના ગીત ગાયા હતા.

અન્ય સમાચારો પણ છે...