• Gujarati News
  • National
  • લોકો કિનારે બાઇક મૂકી નદી પાર કરવા મજબૂર

લોકો કિનારે બાઇક મૂકી નદી પાર કરવા મજબૂર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાંગનામહાલ પાસે આવેલા લહાનકસાડ અને મોટી કસાડ ગામની વચ્ચેથી પૂર્ણા નદી પસાર થાય છે. દેશને આઝાદી મળ્યાને સાતમું દશક ચાલી રહ્યું છે પરંતુ બે પૈકી એક ગામ પુલના અભાવે સંપર્કવિહોણુ બની જાય છે. ચોમાસા દરમિયાન મોટીકસાડ ગામના લોકોની હાલત કફોડી બની જાય છે. ગામમાં જવાનો રસ્તો છે પણ નદી પર પુલ હોવાથી ગ્રામજનો માટે મોટી આફત આવી પડે છે.

મોટીકસાડ ગામ જ્યાં 100 જેટલા પરિવારો રહે છે. મહાલથી સુબીર જતા માર્ગ પર ઢોંગીઆંબા ગામથી મોટી કસાડનો રસ્તો જાય છે. ગામ સુધી રસ્તો સારો છે પરંતુ નદી પર પુલ હોવાથી ચોમાસા દરમિયાન ગામના લોકોની અવરજવર અવરોધાય છે. પાણીના ભારે પ્રવાહના કારણે લોકો બહાર ગયા હોય તો ઘરે જઈ શકતા નથી અથવા જરૂરી કામ હોય તો નદીનો ભારે પ્રવાહ નડે છે.

નદીમાં પ્રવાહ ઓછો થાય ત્યારે લોકો નદી ક્રોસ કરે છે અને જ્યારે બિમાર માણસો હોય ત્યારે ખુબ કફોડી હાલત બની જાય છે. બિમાર માણસોને મોટા તપેલાઓ અથવા ટાયરની ટ્યૂબમાં મુકી નદી પાર કરાવવમાં આવે છે. આવી પરિસ્થિતિમાં 108 કે અન્ય કોઈપણ વાહન ગામ સુધી જઈ શકતું નથી. ગામના તમામ વાહનો નદીના બીજા કિનારે મુકીને લોકોએ નદી પાર કરી ગામ સુધી પગપાળા જવું પડે છે.

ગામમાં શાળા છે જ્યાં સોનગઢથી એક અને કાલીબેલ પાસેના વાંકન ગામથી એક આમ બે શિક્ષકો અપડાઉન કરે છે. જેઓ પણ ચોમાસા દરમિયાન મોટી કસાડ ગામે દરરોજ નદી પાર કરી શાળાએ આવે છે. જેઓ દરરોજ પૂર્ણા નદી પાર કરી કુશળ તરવૈયા બની ગયા છે. આમ દરરોજ લોકો પોતાના કપડા કાઢીને આંતરવસ્ત્રોમાં નદી પાર કરવી પડે છે. આવી પરિસ્થિતિમાં નદી પાર કરતી વેળા મહિલા તથા બાળકોની હાલત કફોડી બની જાય છે.

છેલ્લા 60-70 વર્ષથી ગામના લોકો સાથે સરકારી તંત્ર અને ચૂંટાયેલા નેતાઓએ ભારે અન્યાય કર્યો છે. માત્ર વાયદાઓ લોકોએ સાંભળ્યા છે. પાછલા બે વર્ષથી પુલ મંજૂર થયાની વાત થઈ રહી છે પરંતુ પુલ બનાવવા માટે તત્કાળ કોઈ પગલાં ભરવામાં આવતા નથી. ગામલોકોની કફોડી હાલતને જોઈ સ્થાનિક તંત્ર પુલના કામની ગતિ યુદ્ધના ધોરણે ઝડપી બનાવવી જોઈએ.

વાહનો નદીના બીજા કિનારે મુકીને લોકોએ નદી પાર કરી ગામ સુધી પગપાળા જવું પડે છે. ચોમાસામાં પાણી વધુ હોવાથી લોકોને તરીને ગામમાં જવું પડે છે. તસવીરપાંડુ ચૌધરી

ગામ સુધી રસ્તો સારો છે પરંતુ નદી પર પુલ હોવાથી ચોમાસા દરમિયાન ગામના લોકોની અવરજવર અવરોધાય છે

ગામમાં 100 પરિવાર રહે છે, શાળાના બે શિક્ષકો પણ નદીમાં તરીને જાય છે, બે વર્ષથી માત્ર પુલ મંજૂર થયાની માત્ર વાત

મોટી કસાડના લોકોએ પુલના અભાવે નદીના પાણીમાંથી પસાર થવું પડે છે, પાણી વધુ હોય ત્યારે કિનારે અટકી જવંુ પડે છે

અન્ય સમાચારો પણ છે...