તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ડાંગના બે અંતરિયાળ ગામે વાવાઝોડું ફૂંકાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડાંગના બે અંતરિયાળ ગામે વાવાઝોડું ફૂંકાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાંગજિલ્લાના અંતરિયાળ પૂર્વવિસ્તારના કડમાળ તથા વાંઝીટેબરૂન ગામે અચાનક તેજ ગતિના પવનના સુસવાટા સાથે વાવાઝોડુ ફૂંકાતા કેટલાક ઘર અને શાળાનો પતરાનો શેડ હવામાં ફંગોળાઈ જમીનદોસ્ત થતા નુકસાની થવાની વિગત સાંપડી હતી.

પ્રાપ્ત વિગત મુજબ મંગળવારે વાતાવરણનો મિજાજ અચાનક બદલાવા સાથે પૂર્વ વિસ્તારના અંતરિયાળ ગામો એવા કડમાળ અને વાંઝીટેબરૂનમાં તેજ ગતિનો પવન ફૂંકાવા સાથે અચાનક પવનની ગતિ વધી જતા રીતસરનું વાવાઝોડુ ત્રાટક્યું હતું. વાવાઝોડાના પગલે લોકોના ઘરની છત પણ હચમચી જતા સ્થાનિકોમાં એક સમયે ગભરાટનો માહોલ સર્જાયો હતો અને ઘરની બહાર દોડી ગયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર કડમાળ ગામે કેટલાક ઘરના તથા વાંઝીટેબરૂન ગામે શાળાનો શેડ હવામાં ફંગોળાઈ જમીનદોસ્ત થતા નુકસાની અનુસંધાનપાના નં. 2

અંતરિયાળ વિસ્તારમાં આવેલા કડમાળ અને વાંઝીટેબરૂનમાં મંગળવારે બપોરે અચાનક સૂંસવાટા મારતો પવન ફૂંકાયો

સુસવાટા સાથે ફૂંકાયેલા જોરદાર પવનમાં ઘર અને શાળાનો શેડ ફંગોળાયો, શાળા સવારની પાળીમાં હોય દુર્ઘટના ટળી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો