શામગહાન ગામથી જુગાર રમતા 7 શકુની ઝડપાયા

પકડાયેલા પૈકી 3 સરકારી નોકરીમાં

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:01 AM
શામગહાન ગામથી જુગાર રમતા 7 શકુની ઝડપાયા
ગુજરાત સરકારના દારૂ-જુગાર જેવી બદી ડામવાની ઝૂંબેશ અંતર્ગત રેંજ આઈજીની અધ્યક્ષતામાં ડાંગ જિલ્લા મદદનીશ પોલીસ અધિક્ષક અજીત રાજીયાણ તેમજ એલસીબી પોલીસ સબ ઈન્સ્પેકટર ચંદ્રસિંહ પરમાર તથા સાપુતારા પોલીસ સબ ઈન્સ્પેકટર એસ.આર. પટેલની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધરતા શામગહાન ગામેથી હારજીતની રમત રમતા 7 શકુનીઓને ઝડપી પાડવા સફળતા મળી હતી.

ડાંગ જિલ્લા મદદનીશ પોલીસ અધિક્ષક અજીત રાજીયાણ તથા એલસીબી પીએસઆઈ, સાપુતારા પીએસઆઈ અને સ્ટાફ દ્વારા સાપુતારા તળેટીમાં આવેલા શામગહાન ગામે ચૌહાણ ફળિયામાં રહેતા અશોકભાઈ ઠાકરેના રહેણાંક મકાનમાં તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા આશિષ મજમુદાર, રાકેશ પવાર, નંદુ ઠાકરે, વિલાસ પટેલ, મુન્નાભાઈ બાગુલ, બી.એસ. મહાલે, રાજુ રાઉત પાસે કુલ રૂ. 22,335 તથા મોબાઈલ 6 કિંમત 9500, 4 બાઈક કિંમત રૂ. 1.65 લાખ મળી કુલ રૂ. 1,96,835 મત્તા કબજે કરી જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધી તમામની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે પોલીસે પકડેલા ત્રણ શકુનીઓ સરકારી નોકરી કરતા હોવાનું જાણવા મળ્યું હતું.

X
શામગહાન ગામથી જુગાર રમતા 7 શકુની ઝડપાયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App