Home » Daxin Gujarat » Dang District » Saputara » ગુજરાત-મહારાષ્ટ્ર ST સેવા ખોરવાતાં સાપુતારામાં ખાતે બસનો ખડકલો થયો

ગુજરાત-મહારાષ્ટ્ર ST સેવા ખોરવાતાં સાપુતારામાં ખાતે બસનો ખડકલો થયો

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 04:01 AM

ગુજરાત, રાજસ્થાનની બસોને સાપુતારામાં અટકાવાઇ

  • ગુજરાત-મહારાષ્ટ્ર ST સેવા ખોરવાતાં સાપુતારામાં ખાતે બસનો ખડકલો થયો
    મરાઠા અનામત મુદ્દે મરાઠા ક્રાંતિ મોરચાએ ગુરૂવારે મહારાષ્ટ્ર બંધના એલાન બાદ ફરી ગુજરાત-મહારાષ્ટ્રને જોડતી એસટી સેવા ખોરવાતા સાપુતારા ખાતે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન પરિવહનની બસનો ખડકલો થવા સાથે મુસાફરોને હાલાકિ ‌વેઠવાની નોબત ઉભી થઇ હતી.

    મહારાષ્ટ્રમાં મરાઠા અનામતના અગાઉ હિંસક આંદોલન બાદ આંદોલનકારીઓ દ્વારા સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાની ચેષ્ટાથી ગુરૂવારે ફરી વખત મરાઠા ક્રાંતિ મોરચાએ આપેલા મહારાષ્ટ્ર બંધ એલાનને પગલે ગુરૂવારે ગુજરાત, રાજસ્થાનની પરિવહન નિગમની બસોને સાપુતારા ખાતે અટકાવતા પ્રવાસીઓ રઝળી પડ્યા હતા. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી દરરોજ સેંકડો બસ નાસિક, શિરડી, શનિદેવ, પુના, પંઢરપુર જેવા ધાર્મિક સ્થળો સાથે જોડાયેલા હોય ગુરૂવારે મહારાષ્ટ્ર બંધના એલાનના પગલે મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન એસટી નિગમની બસનો ખડકલો થયો હતો.

    સાપુતારા ખાતે સ્ટેન્ડમાં અટકાવેલી એસટો બસનો ખડકલો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ