વનબંધુના સર્વાગી વિકાસ માટે રાજય સરકાર કટિબદ્ધ

આહવામાંવિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહભેર ઉજવણી

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:01 AM
વનબંધુના સર્વાગી વિકાસ માટે રાજય સરકાર કટિબદ્ધ
આજરોજ ડાંગ સ્વરાજ આશ્રમ આહવા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી વિચરતી વિમુકત જાતિ કોર્પોરેશનના ચેરમેન લક્ષ્મણભાઇ પટણીના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. આહવા ખાતે મહાત્મા ગાંધી ઉદ્યાનથી રેલીને વિચરતી વિમુકત જાતિ કોર્પોરેશનના ચેરમેન લક્ષ્મણભાઇ પટણીએ લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલી આહવાના મુખ્યમાર્ગો પર ફરીને ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે પહોંચી હતી.

આ પ્રસંગે ચેરમેન લક્ષ્મણભાઇ પટણીએ જણાવ્યું હતું કે, આદિવાસી સમાજના ભવ્ય ઇતિહાસ અને ગૌરવવંતી સંસ્કૃતિ, પરંપરા અને અસ્મિતાને સાચવી રાખવાનું કાર્ય રાજય સરકારે કર્યુ છે. આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે રાજય સરકાર કટિબધ્ધ છે.આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય વિજયભાઇ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે અંબાજીથી ઉમરગામ સુધીના પૂર્વ પટ્ટીના 14 જેટલા આદિવાસી વસતિ ધરાવતા જિલ્લામાં 90 લાખથી વધુ વસતિ એવા આદિવાસી સમાજના હિત માટે રાજય સરકારે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે.

X
વનબંધુના સર્વાગી વિકાસ માટે રાજય સરકાર કટિબદ્ધ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App