‘ત્રિરંગા યાત્રા’નો જિલ્લાનો કાર્યક્રમ આહવામાં યોજાશે

દેશભરમાં રાષ્‍ટ્રધ્વજ પ્રત્યે સન્માનની ભાવના તેમજ દેશ પ્રત્યે સમર્પણની ભાવના જાગૃત થાય તેવા આશયથી ૭૨માં...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:01 AM
‘ત્રિરંગા યાત્રા’નો જિલ્લાનો કાર્યક્રમ આહવામાં યોજાશે
દેશભરમાં રાષ્‍ટ્રધ્વજ પ્રત્યે સન્માનની ભાવના તેમજ દેશ પ્રત્યે સમર્પણની ભાવના જાગૃત થાય તેવા આશયથી ૭૨માં સ્વાતંત્ર્યદિનની પૂર્વ સંધ્યાએ 14મીએ રાજયભરના જિલ્લા મથકોએ ‘ત્રિરંગા યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે.

ત્રિરંગા યાત્રાનું સુચારુ આયોજન સફળતાપૂર્વક સંપન્ન થાય તે માટે જિલ્લા કલેકટર કચેરી ખાતે નિવાસી અધિક કલેકટર ટી.કે.ડામોરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. ડાંગ જિલ્લાકક્ષાના ત્રિરંગા યાત્રાનો કાર્યક્રમ આહવા ખાતે યોજાશે. ત્રિરંગા યાત્રા 14મીએ સાંજે 5.30 વાગે શરૂ કરીને શહેરના વિસ્તારોમાં ફરશે. આ યાત્રામાં પોલીસ બેન્ડ, સ્વામી વિવેકાનંદ યુવક મંડળો-મહિલા મંડળો, સ્વૈચ્છિક સંસ્થાઓ, યુવાનો અને નાગરિકો મોટી સંખ્યામાં જોડાય તેવો અનુરોધ નિવાસી અધિક કલેકટર ડામોરે કર્યો હતો.

X
‘ત્રિરંગા યાત્રા’નો જિલ્લાનો કાર્યક્રમ આહવામાં યોજાશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App