તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સાપુતારામાં વિકેન્ડ માણવા સહેલાણીઓ ભીડ ઉમટી પડી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાપુતારામાં વિકેન્ડ માણવા સહેલાણીઓ ભીડ ઉમટી પડી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડાંગજિલ્લાના હૃદયસમા ગિરિમથક સાપુતારા ખાતે રવિવારના દિવસે વરસાદી માહોલમાં કુદરતી સૌંદર્યને માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓનું કિડિયારુ ઉમટી પડતા અહીં ઠેર ઠેર સ્થળોએ ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા. તેની સાથે હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણપીણીના લારીગલ્લાઓ પર હાઉસફૂલના પાટીયા ઝુલી ઉઠતા અહીંનું વાતાવરણ પ્રવાસીઓના કિકિયારીઓથી ગૂંજી ઉઠ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારાનું કુદરતી સૌંદર્ય આમપણ ભારતભરમાં વખણાય છે. ગિરિમથકના આહલાદક વાતાવરણ અને નિર્સગમય સૌંદર્યના સ્વાદને માણવા પ્રવાસીઓનો દિનપ્રતિદિન વધારો નોંધાતા અહીં પ્રવાસીઓને આકર્ષવા માટે સ્થાનિક તંત્ર દ્વારા સમર, વિન્ટર અને મોન્સુન અને પેરાગ્લાઈડિંગ ફેસ્ટિવલ જેવા કાર્યક્રમો પણ ધરાય છે. હાલમાં ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં ચાલુ સપ્તાહે પૂરબહારમાં ચોમાસાની સિઝન ખીલી ઉઠતા ધરતી પર લીલોતરીની લીલીછમ ચાદર ઓઢાય ગઈ છે ત્યારે અહીં ચોમાસામાં ગિરિમથકના કુદરતી સૌંદર્યનો સ્વાદ માણવા રવિવારના દિવસે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. મોટી સંખ્યામાં ઉમટી પડેલા પ્રવાસીઓના કારણે હોટલ, રેસ્ટોરન્ટ અને જાહેર માર્ગો ઉપર ચીક્કાર ગીર્દી સાથે હાઉસફૂલના પાટીયા ઝુલી ઉઠયા હતા. પ્રવાસીઓ પોતાના નાના મોટા વાહનો સાથે અહીં ઉમટી પડતા સર્કલ પોઈન્ટ, સાંઈબજાર, ટેબલ પોઈન્ટ, બોટિંગ અને સાપુતારા-માલેગામ ઘાટમાર્ગમાં ટ્રાફિકજામના દૃશ્યો સર્જાવાની સાથે વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. રવિવારે ગિરિમથક સાપુતારા ખાતે થોડાક સમય માટે મધ્યમ વરસાદી માહોલ તો થોડાક સમય માટે અહીં ધુમ્મસીયુ વાતાવરણ સર્જાતા સહેલગાહે આવેલા પ્રવાસીઓનો આનંદ બેવડાયો હતો.

સાપુતારામાં વાદળછાયુ વાતાવરણ સાથે ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા.

મોટા ભાગની હોટલો પર હાઉસફૂલના પાટિયા ઝૂલી ઉઢ્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો