તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાપુતારા ખાતે સમસ્ત ખ્રિસ્તી સમાજની મિટીંગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાપુતારા | સાપુતારા મુકામે સમાજના પ્રમુખ હરેશભાઇ ગામિતના નેજા હેઠળ સમસ્ત ખ્રિસ્તી સમાજની મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા અને વલસાડના આગેવાનો તેમજ ખ્રિસ્તી સમાજની ત્રીસ સંસ્થાના પ્રતિનિધીઓ હાજર રહ્યાં હતા. મિટીંગમાં સંગઠનને મજબૂત કરવું અને સંગઠનને રાજ્યસ્તરે જિલ્લા સ્તરે તેમજ તાલુકા અને ગ્રામ્ય સ્તર, સુધી લઇ જવું તેવું સર્વાનુમતે નક્કી કરાયું હતુ. સમાજના સર્વાગી વિકાસ માટે શૈક્ષણિક તેમજ સ્વાસ્થ્યને લગતી પ્રવૃત્તિઓ હાથ ધરતી તેમજ યુવક-યુવતીઓ માટે સમૂહલગ્નનું આયોજન કરવું. તાપી ખાતે સમસ્ત ખ્રિસ્તી સમાજનું ભવન વિશાળ પાયા પર તાત્કાલિક ધોરણે ઉભુ કરવું, તેવું નક્કી કરવામાં આવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...