તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • શિક્ષકોએ અપડાઉન બંધ કરતા શાળાને તાળાબંધી

શિક્ષકોએ અપડાઉન બંધ કરતા શાળાને તાળાબંધી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાંગજિલ્લાના પૂર્વપટ્ટી વિસ્તારમાં પ્રાથમિક શિક્ષણના કથળેલા વહીવટથી આદિવાસી વાલીઓએ શિક્ષકો અપડાઉન બંધ કરે તો શાળાને તાળાબંધી કરી હતી. વાલીઓએ હોબાળો કરતા જિલ્લા પ્રાથમિક શિક્ષણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

મળતી માહિતી અનુસાર ડાંગના પૂર્વપટ્ટી વિસ્તારના નવરચિત સુબીર તાલુકા પંચાયતની અંતરિયાળ વિસ્તારની કેટલીક શાળાઓમાં શિક્ષકો લાંબા અંતરેથી અપડાઉન કરતા હોય આદિવાસી વિદ્યાર્થીઓના શિક્ષણ પર માઠી અસર પહોંચી છે. થોડા સમય પહેલા સુબીર તાલુકા પંચાયતના પ્રમુખ રાજેશ ગામીતે અંગે મુખ્ય શિક્ષકોની તાકિદે બેઠક બોલાવી શિક્ષકોને અપડાઉન બંધ કરવા સૂચના અપાઈ હતી, તેમ છતાં શિક્ષકોએ અપડાઉન ચાલુ રાખતા આજરોજ ગારખડી ગ્રુપ ગ્રામપંચાયતના સરપંચ બાબુભાઈ વળવીની આગેવાની હેઠળ ગ્રામજનોએ ગારખડી શાળાને તાળાબંધી કરતા જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. ગારખડી ગ્રા.પં.ના સરપંચ અને ગ્રામજનોએ જિલ્લા કલેકટરને લેખિત આવેદનમાં જણાવાયું છે કે ડાંગના અંતરિયાળ વિસ્તારના બાળકોનું શિક્ષણનું સ્તર ખુબ નિમ્ન કક્ષાનું રહ્યું છે. જેનું મુખ્ય કારણ શિક્ષકોનું અન્ય જિલ્લામાંથી અપડાઉન છે જે તત્કાળ બંધ કરવામાં આવે તો ગ્રામજનો દ્વારા આવી શાળામાં તાળાબંધી કરી દેવાશે.

જોકે ભારે હોબાળા બાદ સુબીર તાલુકા વિકાસ અધિકારી સહિત જિલ્લા અધિકારીઓ ગ્રામજનોની રજૂઆત ધ્યાને ધરવા તેમજ અપડાઉન કરતા શિક્ષકો સામે પગલા ભરવાની બાંહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો.

ડાંગના પૂર્વપટ્ટી વિસ્તારની શાળાઓમાં અપડાઉનીયા શિક્ષકો સામે બાગ પોકારી શાળાને તાળાબંધી કરી માગ કરતા આદિવાસી વાલીઓ. તસવીર-પાંડુચૌધરી

ડાંગના અધિકારીઓએ અપડાઉન કરતા શિક્ષકો સામે કાર્યવાહી કરવાની બાંયધરી આપતાં મામલો થાળે પડ્યો

અન્ય સમાચારો પણ છે...