તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સાપુતારામાં શાકભાજીના ટેમ્પોની બ્રેક ફેઇલ થતાં ખીણમાં ઉતર્યો

સાપુતારામાં શાકભાજીના ટેમ્પોની બ્રેક ફેઇલ થતાં ખીણમાં ઉતર્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાપુતારાઘાટમાર્ગમાં નાસીકથી સુરત શાકભાજી લઇ જઇ રહેલ ટેમ્પોની બ્રેક ફેઇલ થઇ જતાં ટેમ્પો માર્ગ સાઇડની ઉંડી ખીણમાં ખાબકતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં ચાલક ક્લીનરને ઇજાઓ પહોંચતા સાપુતારા પીએચસીમાં ખસેડાયા હતા.

સાપુતારા ઘાટમાર્ગમાં નાસીકથી સુરત તરફ શાકભાજી લઇ જઇ રહેલ આઇસર ટેમ્પોની બ્રેક ફેઇલ થઇ જતાં ટેમ્પો માર્ગ સાઇડની સંરક્ષણ દિવાલ કુદાવી 100 ફુટ ઉંડી ખીણમાં ખાબક્યો હતો.જોકે ચાલક ક્લીનર ચાલુ ટેમ્પાએ કુદી પડતા ઇજાઓ પહોંચી હતી.જ્યારે ટેમ્પાનો કચ્ચરઘાણ થવા સાથે શાકભાજી વેરવિખેર થતાં ખેડૂત સહિત ટેમ્પો માલિકને આર્થિક નુકશાની વેઠવાની નોબત ઉભી થવા પામી હતી. બનાવ અંગે સાપુતારા પોલીસે અકસ્માત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સાપુતારા ઘાટમાર્ગમાં ટેમ્પોની બ્રેક ફેઇલ થતાં ઉંડી ખીણમાં ખાબકેલ ટેમ્પો નજરે પડે છે.

ડ્રાઇવર અને ક્લીનરને ઇજા થતાં સારવાર હેઠળ

અન્ય સમાચારો પણ છે...