તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahwa
  • Saputara
  • Saputara માલેગામ ઘાટમાર્ગમાં માલસામાન ભરેલો ટેમ્પો પલટતાં અકસ્માત સર્જાયો

માલેગામ ઘાટમાર્ગમાં માલસામાન ભરેલો ટેમ્પો પલટતાં અકસ્માત સર્જાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાંગ જિલ્લાના સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગના માલેગામ ઘાટમાર્ગમાં માલ સામાનનો જથ્થો ભરેલી આઈસર ટેમ્પો પલટી મારી જતા ઘટનાસ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઘટનાસ્થળ ઉપરથી મળતી માહિતી અનુસાર મહારાષ્ટ્રના નાસિક તરફથી માલસામાનનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહેલો આઈસર ટેમ્પો (નં. એચઆર-47-બી-5506) સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગના માલેગામ ઘાટ માર્ગના યુ-ટર્ન વળાંકમાં ચાલક દ્વારા અચાનક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટેમ્પો માર્ગની સાઈડના ઉંડા ખાડામાં ખાબકી પલટી મારી ગયો હતો. ટેમ્પોનો ખુરદો બોલી જવા સાથે ચાલક અને ક્લીનરનો ચમત્કારિક બચાવ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...