તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahwa
  • Saputara
  • Saputara મહાલપાડા ગ્રુપ ગ્રામ પંચાયતની સભા તોફાની બનતાં હોબાળો

મહાલપાડા ગ્રુપ ગ્રામ પંચાયતની સભા તોફાની બનતાં હોબાળો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં આવેલ મહાલપાડા ગ્રુપ ગ્રામ પંચાયતની ગ્રામ સભામાં મહિલા સરપંચના પતિ અને ગ્રામજનો વચ્ચે શાબ્દીક ટપાટપી બાદ હાથાપાઇ થતાં ગ્રામજનો દ્વારા સરપંચ તપી સામે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાતા હોબાળો મચી જવા પામ્યો છે.

શુક્રવારે આહવા તાલુકાની મહાલપાડા ગ્રુપ ગ્રામ પંચાયતમાં ગ્રામસભાનું આયોજન હાથ ધરાયું હતું. જેમાં ગ્રુપ ગ્રામ પંચાયતનાં સરપંચ મહિલા હોય તેના બદલે તેઓનાં પતી ગ્રામસભામાં બેઠા હોય ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ કોદમાળા ગામનાં મહેશભાઇ નાનુભાઇ વળવીએ ગ્રામસભામાં ચૂંટાયેલા સરપંચનાં ઉમેદવાર કલાબેનને સભામાં હાજર રાખવા ઉપસ્થિત લાયઝન અધિકારીઓને અનુરોધ કરાયો હતો પરંતુ સરપંચ પત્નીની જગ્યાએ પતી એવા અશોક ગાયકવાડે સભામાં ઉશ્કેરાઇ જઇ કોદમાળ ગામનાં મહેશભાઇ વળવીને ગ્રામસભામાં સરપંચ દ્વારા વિકાસકીય કામો કે 14 મું નાણા પંચના કામો અંગે ચર્ચા કરવા ન કહેતા ગ્રામજનો દ્વારા સરપંચને જ સભામાં બોલવાનો અધિકારી હોવાનું જણાવતાં ઉશ્કેરાય ગયેલા સરપંચના પતિ અશોક ગાયકવાડે ચાલુ ગ્રામસભામાં બીભત્સ ગાળો આપી ગ્રામજનોને હાથાપાઇ કરી મારી નાંખવાની ધમકી આપી હોવાની વિગતો બહાર આવી છે.

સરપંચ પતિ દાદાગીરીથી ભોગ બનનાર કોદમાળ ગામના મહેશ વળવીએ આહવા પોલીસ મથકે ફરીયાદ આપવાની તજવીજ હાથ ધરી હતી. જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા મહિલા ઉમેદવારોના બદલે તેઓનાં ભાઇ કે પતી જ વહીવટ કરતા હોય વિકાસકીય કામોમાં થતી ગેરરીતિ સામે ગરીબ આદિવાસીઓ અવાજ ઉઠાવી શકતા નથી. તેમની વિવાદાસ્પદ કામગીરીનાં કારણે તેઓની જિલ્લા બહાર બદલી કરી દેવાઇ છે. ગ્રામસભામાં દરેક નાગરીકને બંધારણીય હક્ક મુજબ વિકાસકીય કામોનો હિસાબ સાથે ચર્ચા ઓનો હક્ક હોવા છતાં મારામારી કરી સચ્ચાઇનો અવાજ દબાવી દેવા પ્રયાસ કરતાં સમગ્ર ડાંગ પંથકમાં રોષની લાગણી સાથે ફિટકાર વરસાવી રહ્યાં છે.

આહવા તાલુકામાં આવેલ મહાલપાડા ગ્રુપ ગ્રામપંચાયતની ગ્રામસભામાં સરપંચ પતી દ્વારા હાથાપાઇ કરી હતી. તસવીર-પાંડુ ચૌધરી

અન્ય સમાચારો પણ છે...