તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahwa
  • Saputara
  • Saputara આહવા સિવિલ હોસ્પિટલની રાજ્યના આરોગ્ય કમિશનરે મુલાકાત લીધી

આહવા સિવિલ હોસ્પિટલની રાજ્યના આરોગ્ય કમિશનરે મુલાકાત લીધી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યના અંતરિયાળ અને સરહદી જિલ્લામાં આગામી સમયમાં એક પણ માતા મૃત્યુ ન થાય તે માટે જિલ્લાના આરોગ્યકર્મીઓ અને સિવિલ હોસ્પિટલના કર્મયોગીઓને સંકલ્પ લેવડાવતા, રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્રસચિવ-વ-કમિશ્નર ડો. જયંતિ રવિએ, પરિવારમાં માતાનું સ્થાન ખૂબ જ મહત્વનું હોય છે, ત્યારે કોઇપણ પરિવારમાંથી આરોગ્ય સુશ્રૃષાના અભાવે માતા છીનવાય ન જાય તે જોવાની આપણી સૌની સહિયારી જવાબદારી છે તેમ આહવા ખાતે જણાવ્યું હતું.

વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા ડાંગ જિલ્લામાં જાહેર આરોગ્યની પરિસ્થિતિ, અને વિશેષ કરીને માતા અને બાળ મૃત્યુદર ઘટાડવાના દૃઢ સંકલ્પ સાથે જાતમુલાકાતે પધારેલા ડો. જયંતિ રવિએ આહવાના સરકીટ હાઉસ ખાતે રાત્રિના 8.30થી 10.30 વાગ્યા દરમિયાન, આરોગ્યલક્ષી કામગીરીની સમીક્ષા હાથ ધરી ઉપયોગી માર્ગદર્શન પણ પુરૂ પાડયુ હતું. જિલ્લાના આરોગ્ય તંત્રના અધિકારીઓ, કર્મયોગીઓ સહિત ડાંગ કલેક્ટર બી.કે.કુમાર, જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણિયા સહિત અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મેઘા મહેતા, તાલુકા આરોગ્ય અધિકારીઓ ડો.દિનેશ શર્મા, પૌલ વસાવા અને ડી.સી.ગામીત સાથે આરોગ્યલક્ષી કામગીરીની તલસ્પર્શી ચર્ચા કરતા કમિશ્નર ડો. રવિએ આગામી દિવસોમાં ખાસ કરીને તબીબી અધિકારીઓ ઉપરાંત તજજ્ઞ ડોક્ટરોની સેવાઓ સુનિતિ કરાશે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...