તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વઘઇમાં લારીઓને હટાવવાના ફતવા સામે ચક્કાજજામ કરાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વઘઇમાં લારીઓને હટાવવાના ફતવા સામે ચક્કાજજામ કરાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડાંગજિલ્લાનું વેપારી મથક અને પ્રવેશદ્વાર વઘઈ ખાતે ભરચોમાસે પ્રશાસન દ્વારા લારીગલ્લાવાળાઓને હટાવવાના ફતવા સામે રોજિંદુ પેટીયુ રળી ખાનારા છૂટક વેપારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

21મીએ વઘઈમાં મુખ્ય માર્ગને અડીને અને ફૂટપાથના માર્જિનમાં બેસીને શાકભાજી અને અન્ય ચીજવસ્તુઓ વેચતા વિક્રેતાઓને લેખિતમાં નોટીસથી જાણ કર્યા વગર હટાવી દેવાના મામલે છૂટક વેપારીઓએ થોડાક સમય સુધી ચક્કાજામ કર્યો હતો. દરમિયાન ડાંગના ધારાસભ્ય મંગળ ગાંવિતે ચક્કાજામની આગેવાની લેતા મામલો થાળે પડ્યો હતો.

વઘઈ ખાતે લારીગલ્લા તથા ફૂટપાથ ઉપર શાકભાજી વેચી પેટિયુ રળતા ગરીબોને રંજાડવા કે રાહત આપવા સંદર્ભે ડાંગના પ્રશાસનને તાકિદ કરતા અરજ ગુજારી છે કે વઘઈ ગામે કોઈપણ અવ્યવસ્થા કે ગંદકી જેવા દુષણો થયા નથી.

સમગ્ર વઘઈ ગામ શાંત અને એકતાભર્યા માહોલમાં જીવન ગુજારે છે તેમ છતાં ડાંગ પ્રશાસને 21મી જુલાઈએ વઘઈ ટાઉનમાં રોડ માર્જિનથી પણ અંદરના ભાગમાં ડિમોલિશનનું માર્કિગ કર્યું છે તે જોતા ભરચોમાસે પેટિયુ રળતા છૂટક વેપારીઓ માટે ઘા સમાન છે, જેથી ડાંગ ધારાસભ્ય મંગળ ગાંવિતે તંત્રને ચીમકી આપતા જણાવ્યું છે કે વઘઈમાં છૂટક મજૂરી કરીને અને ફૂટપાથ પર બેસીને શાકભાજી વેચતા દુકાનદારોને આવી રીતે હડધૂત કરવામાં આવશે અને ભરચોમાસે ડિમોલિશનના નામે ઉઠાડવામાં આવશે તો આખુ વઘઈ બંધનુ એલાન આપવામાં આવશે એવો હુંકાર પણ તેમણે જિલ્લા સમાહર્તાને સંબોધીને લખેલી અરજમાં કર્યો છે.

વઘઈમાં લારીગલ્લાવાળાઓને હટાવી દેવાના મામલે ચક્કાજામ

નાના વેપારીઓને ફૂટપાથ પરથી ઉઠાડવાનો ફતવો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો